ભુજ, તા. 2 : શહેરની
લોટસ કોલોની નજીક આવેલા વાલ્મીકિનગરમાં રહેતા પતિએ છરી વડે પત્નીનું નાક કાપવાનો બનાવ
પોલીસ ચોપડે ચડયો છે. ફરિયાદી સોનુબેનના જણાવ્યા પ્રમાણે આરોપી જગદીશભાઇ બાબુરામ સિંગોલિયાએ
લગ્નજીવન દરમ્યાન અવાર-નવાર તેમની સાથે ઝઘડા કરી મહેણાંટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ
આપ્યો હતો. નાની-નાની બાબતોમાં ઝઘડા કરવામાં આવતા હતા. 30/5ના પતિ ફોનમાં કોઇ છોકરી સાથે વાત કરતો હતો ત્યારે
પત્ની સોનુબેને પૂછતાં તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ઘરમાંથી છરી લઇને ત્રણથી ચાર વખત
નાક પર ઘસી નાક કાપી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસમાં
પતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.