• શનિવાર, 07 જૂન, 2025

સાત્વિક-ચિરાગ ઇન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં

જાકાર્તા, તા. 4 : ઇન્ડોનેશિયા ઓપન સુપર-1000 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના પહેલા રાઉન્ડમાં ભારતીય જોડી સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીનો વિજય થયો છે. આ ભારતીય જોડીએ ઇન્ડોશિયાના લિયો રોલી અને બાગાસા મૌલાનાને 18-21, 21-18 અને 22-20થી સંઘર્ષપૂર્ણ હાર આપી હતી જ્યારે મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનના બહાર થયા પછી એચએસ પ્રણય પણ હાર્યો છે. પ્રણયને ઇન્ડોનેશિયાના ખેલાડી અલ્વી ફરહાને 21-17 અને 21-18થી હાર આપી હતી. ભારતનો અન્ય એક ખેલાડી કિરણ જોર્જ પહેલા રાઉન્ડના ચીનના ખેલાડી કિન લો સામે 20-22 અને 9-21થી હારીને ઇન્ડોનેશિયા ઓપનની બહાર થયો હતો.પીવી સિંધુ ગઇકાલે બીજા રાઉન્ડમાં પહોંચી ચૂકી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd