• શનિવાર, 07 જૂન, 2025

અલ્કારેજ અને ગોફ સેમિ ફાઇનલમાં

પેરિસ, તા.4 : સ્પેનિસ યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારેજ ફ્રેંચ ઓપન ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે જ્યારે મહિલા સિંગલ્સમાં આજે અમેરિકી યુવા ખેલાડી અને વિશ્વ નંબર બે કોકો ગોફે પણ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારેજનો કવાર્ટર ફાઇનલમાં ફકત 94 મિનિટમાં અમેરિકી ખેલાડી ટોમી પોલ વિરૂધ્ધ 6-0, 6-1 અને 6-4થી વિજય થયો હતો. સેમિ ફાઇનલમાં તેની ટક્કર ઇટાલીના ખેલાડી લોરેંજો મુસેટી સામે થશે. તેણે ફ્રાંસના ખેલાડી ટિયાફો વિરુદ્ધ 6-2, 4-6, 7-પ અને 6-2થી હાર આપી સેમિમાં જગ્યા બનાવી હતી.  મહિલા વિભાગમાં આજે અમેરિકાની વિશ્વ નંબર બે ખેલાડી કોકો ગોફના પોતાના જ દેશના અને વિશ્વ નંબર 7 મેડિસન કિઝ સામે રસાકસી પછી 6-7, 6-4 અને 6-1થી વિજય થયો હતો અને સેમિમાં પ્રવેશ કર્યો હતો. ગઇકાલે સબાલેંકા અને સ્વિયાતેક સેમિમાં પહોંચી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd