• શનિવાર, 07 જૂન, 2025

કંડલા સેઝની કંપનીમાં મિસ ડિકલેરેશન મામલે ડી.આર.આઈ.ની ટુકડી ત્રાટકી

ગાંધીધામ, તા. 5  : ડિરોક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામની ટુકડી  દ્વારા આજે સવારથી કંડલા સેઝની કંપનીમાં ધામા નાખીને  સઘન  તપાસ કરવામાં આવી હતી. આ   તપાસ દરમ્યાન કરોડોની કિંમતનું કૌભાંડ બહાર આવે તેવી શકયતાઓ  વ્યક્ત થઈ રહી છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ  આજે સવારથી કાસેઝની  કેમિકલ બનાવતી કંપનીમાં આજે કાર્યવાહી કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની દ્વારા કેમિકલનાં નામે ઈમ્પોર્ટેડ  ડીઝલ મગાવીને તેને બજારમાં વેચી  નાખવાનો કારસો હતો. આ કૌભાંડ રચીને સરકારની તિજોરીને મોટી જફા પહોંચાડવાની કારસો રચાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ  રહી છે. ડી.આર.આઈ.ની ટીમ દ્વારા  મોડી સાંજ સુધી કાર્યવાહી કરવામાં આવી હતી અને આ તપાસ હજુ ચાલુ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.  તપાસ દરમ્યાન મોટું કૌભાંડ  બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, કંડલા સેઝમાં બેઝ ઓઈલકાળા મરી, સોપારી કાંડ સહિતના મામલે અમદાવાદ ડી.આર.આઈ. લુધિયાણા ડી.આર.આઈ., સી.બી.આઈ. સહિતની વિવિધ તપાસ એજન્સીઓ લટાર મારી ગઈ છે. વધુ એક વખત એજન્સીની  કાર્યવાહીના પગલે ભારે ચકચાર પ્રસરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd