• શનિવાર, 07 જૂન, 2025

લાકડિયા, મુંદરામાં ગેરકાયદે ખનિજ ચોરી સામે ખાણ-ખનિજ વિભાગની તવાઈ

ગાંધીધામ, તા. 5 : પૂર્વ કચ્છ ખાણ-ખનિજ વિભાગ દ્વારા થોડા સમયમાં વધુ એક વખત વાગડમાં ખનિજ ચોરી કરતા તત્ત્વો સામે લાલ આંખ કરી છે.  ગત રાત્રિના  બે સ્થળે  કાર્યવાહી કરીને ગેરકાયદે ચાઈનાક્લેનું વહન કરતાં વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.  આ અંગે મળતી વિગતો મુજબ  જિલ્લા કલેક્ટર આનંદ  પટેલની પૂર્વ કચ્છ ખનિજ વિભાગની  ટુકડી દ્વારા કાર્યવાહી કરાઈ હતી.  ભૂસ્તર શાત્રી એન.એ. પટેલના જણાવ્યા પ્રમાણે  ગત તા. 4ના  તપાસ કરવામાં આવી હતી. મુંદરા તાલુકામાંથી બે ડમ્પર કબજે કરાયાં હતાં, જેમાં સાદી રેતીનું ગેરકાયદે રીતે વહન કરાતું હતું.બંને વાહનને સીઝ કરાયાં હતાં. વાગડ પંથકમાં ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે ગત રાત્રિના ખનિજ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન  લાકડિયા પાસેથી ચાઈનક્લેનું વહન કરતા ત્રણ ડમ્પરને રોકવામાં આવ્યાં હતાં. ચાલકો પાસેથી રોયલ્ટી સહિતના આધારો  માગતા તેઓ રજૂ કરી શકયા ન હતા.  બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરાતું હોવાનું  જણાયું હતું.  આ બંને કાર્યવાહી દરમ્યાન 1.10 કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વાહન માલિકો સામે  ગુજરાત મીનરલ  કાયદા પ્રમાણે નિયમ મુજબ  કાર્યવાહી કરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd