• શનિવાર, 07 જૂન, 2025

રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં આદિપુરનો છાત્ર પ્રથમ

આદિપુર, તા. 5 : અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ અંડર-9 (બોયસ એન્ડ ગર્લ્સ) રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આદિપુરના વિદ્યાર્થીએ ઉજ્જવળ  દેખાવ કર્યો હતો. અમદાવાદ ખાતે બે દિવસ સુધી યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં મૂળ આદિપુરના અને હાલ અમદાવાદમાં રહેતો દિવ્યાંશ કૃણાલ પરસોત્તમ રાજાણી પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 130 સ્પર્ધકે ભાગ લીધો હતો. દિવ્યાંશ હવે હરિયાણાના ગુરુગ્રામ ખાતે નવમી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે, તેમ અહીંના અગ્રણી અને પરિવારના નારૂભાઈ રાજાણીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd