પેરિસ, તા. 3 : વિશ્વ નંબર વન બેલારૂસની ખેલાડી
આર્યના સબાલેંકા ફ્રેંચ ઓપનના સેમિ ફાઇનલમાં પહોંચી છે. મહિલા સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં
સબાલેંકાનો ચીનની 8મા ક્રમની
ખેલાડી ઝેંગ વિરૂધ્ધ 7-6 અને 6-3થી વિજય થયો હતો જ્યારે વર્તમાન
ચેમ્પિયન પોલેન્ડની અને વિશ્વ નંબર 4 ઇગા સ્વિયાતેકે પણ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણીનો
એલિના સ્વિતોલિના સામે 6-1 અને 7-પથી વિજય થયો હતો. સર્બિયાના સ્ટાર ખેલાડી
નોવાક જોકોવિચે ચોથા રાઉન્ડમાં બ્રિટનના ખેલાડી કેમરૂન નોરીને 6-2, 6-3 અને 6-2થી હાર આપીને ફ્રેંચ ઓપનના
મેન્સ સિંગલ્સમાં 100મી જીત નોંધાવી
હતી. જોકોવિચ આ જીતથી કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. વિશ્વ નંબર વન ઇટાલીના જેનિક સિનરે
રૂસી ખેલાડી એન્ડ્રી રૂબવેલને 6-1, 6-3 અને
6-4થી હાર આપી અંતિમ આઠમાં જગ્યા
બનાવી હતી.