પેરિસ, તા. 5 : વર્તમાન ચેમ્પિયન પોલેન્ડની વિશ્વ નંબર
પાંચ ઇગા સ્વાયતેકને ત્રણ સેટની રસાકસી પછી હાર આપીને વિશ્વ નંબર વન બેલારૂસની આર્યના
સબાલેંકા ફ્રેંચ ઓપનના મહિલા સિંગલ્સના ફાઇનલમાં પહોંચી છે. ફાઇનલમાં તે અમેરિકાની
કોકો ગોફ સાથે ટકરાશે. સ્વિયાતેક વિરૂધ્ધ સબાલેંકાનો 7-6, 4-6 અને 6-0થી વિજય થયો હતો. સબાલેંકા
તેના પહેલા ફ્રેંચ ઓપન ખિતાબથી હવે એક જીત દૂર છે. જયારે ઇગા સ્વિયાતેક વર્ષ 2020, 2022, 2023 અને 2024માં ફ્રેંચ ઓપન ચેમ્પિયન રહી
ચૂકી છે, પણ આ વખતે તે સેમિમાં હારીને સફર સમાપ્ત થઇ
છે. વર્લ્ડ નંબર 361 ફ્રાંસની
મહિલા ટેનિસ ખેલાડી લોઇસ બોઇસન ઇતિહાસ રચીને ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ
ઓપનના મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચી છે. તે આ ટૂર્નામેન્ટના સેમિમાં પહોંચનાર
પહેલી વાઇલ્ડકાર્ડ ખેલાડી છે. કવાર્ટર ફાઇનલમાં લોઇસ બોઇસને રૂસી ખેલાડી મીરા એન્ડ્રિવાને
7-6 અને 6-3થી હાર આપી અપસેટ સર્જ્યો હતો.
જ્યારે 25 મા ગ્રાંડસ્લેમ ખિતાબની શોધમાં
ઉતરેલા સર્બિયાના સ્ટાર નોવાક જોકોવિચે પણ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કવાર્ટર ફાઇનલમાં
જોકોવિચનો નંબર 3 જર્મન ખેલાડી
એલેકઝાંડર ઝેવરેવ સામે 4-6, 6-3, 6-2 અને 6-4થી વિજય થયો
હતો. સેમિમાં જોકોવિચની ટકકર નંબર વન યાનિક સિનર સામે થશે. બીજી સેમિમાં વર્તમાન વિજેતા
કાર્લોસ અલ્કારજ સામે ઇટાલીનો આઠમા ક્રમનો ખેલાડી લોરેન્જો મુસેટી હશે. બીજી સેમીફાઇનલમાં
અમેરિકાની નીવડેલી ખેલાડી દ્વિતીય ક્રમાંકિત પ્રતિ સ્પર્ધી લુઇસ બોઇનોનને સીધા સેટોમાં
6-1, 6-2થી સજ્જડ પરાજય આપીને ફાઇનલમાં
સ્થાન હાંસલ કર્યું હતું. ગોફ મજબૂત રમત રમી રહી છે. બોઇસોન વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પછી
સેમી ફાઇનલ સુધી પહોંચનારી પ્રથમ ફ્રેન્ચ ખેલાડી છે. ઘરઆંગણે પ્રેક્ષકોએ તેનું ભરપુર
સમર્થન કર્યું પણ અનુભવી ગોફની આયોજનપૂર્વકની રમતે તેનું સપનું તોડી નાખ્યું હતું.