• શનિવાર, 07 જૂન, 2025

ભીમાસર ઔદ્યોગિક એકમનાં ગોડાઉનમાંથી થયેલી તેલ ચોરી પ્રકરણમાં છ જણની ધરપકડ

ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાનાં ભીમાસરમાં આવેલા  એક ઔદ્યોગિક એકમનાં ગોડાઉનમાંથી  તેલ ચોરીનો  બનાવ બન્યો હતો. અંજાર પોલીસે  આ ગુનાનો ભેદ ઉકેલી છ આરોપીની ધરપકડ કરી હતી.  ભીમાસર પાસે આવેલા ઓઈલ એન્ડ સોફ્ટ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન નં.1માંથી તેલનો જથ્થો ચોરાયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે  જુદી-જુદી ટીમો બનાવી   હ્મુમન સોર્સ અને  ટેકનિકલ સર્વેલન્સના  આધારે તપાસ  આરંભી હતી. પૂર્વ બાતમીના આધારે પોલીસે વર્ષામેડી આઈમાતા હોટલ સામે અશોક લેલેન્ડ ડાલુ વાહન તથા મોટરસાઈકલ સાથે આરોપી હાજી અને ઈમરાનને  પકડીને યુક્તી અને પ્રયુક્તિથી પુછપરછ કરી હતી. દરમ્યાન ભાંગી પડેલા આ બંને આરોપીએ  આ ચોરી અંગે કેફીયત આપી હતી. આ પ્રકરણમાં પોલીસે નાની ચિરઈના આરોપી  હાજી ભચુ નાગડા(મુસ્લિમ), ઈમરાન ભચુ નાગડા(મુસ્લિમ), જુનસ હકીમ પરીટ(મુસ્લિમ), મામદ સીધિક ત્રાયા(મુસ્લિમ) તથા શામજીભાઈ રવાભાઈ કોળી(મીઠીરોહર) તેમજ ચોરીનો માલ ખરીદનારા આરોપી મેહુલ ઉર્ફે જિગર નટવરલાલ ઠક્કર(અંજાર)ની ધરપકડ કરી હતી. પકાયેલા આરોપીઓ પાસેથી ખાદ્ય તેલના 15 કિ.ગ્રાના ડબ્બા નંગ.120 કિં.3.60 લાખ,ડાલુ વાહન જીજે-39-બીવાય- 8396, કિં.રૂા.3 લાખ, બજાજ પલ્સર મો.સા નં. જીજે-39-ઈ-4119 કિં.રૂા.50 હજાર  તથા પાંચ મોબાઈલ નંબર કિં. રૂા.35 હજાર સહિત કુલ  રૂા. 7.45 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં સામેલ આરોપી ગફુર બાવલા જુણેજા (ચોરી કરનારા સહઆરોપી) તથા શાંતિલાલ મારાજ(રહે.ડીસી) (માલ ખરીદનારા)ને પકડી  પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પકડાયેલા તહોમતદાર હાજી ભચુ વિરુદ્ધ ગાંધીધામ, ભચાઉ, મુંદરા-મરીન, કંડલા મરીન, જામનગર ધ્રોળ સહિતના પોલીસ  મથકે ચોરીના 13 ગુના, આરોપી ઈમરાન વિરુદ્ધ જિલ્લા તથા જિલ્લા બહારના  છ પોલીસ  મથકે ચોરીના ગુના નોંધાયા છે. તેમજ આરોપી જુનસ સામે કંડલામાં અને  આરોપી મેહુલ સામે  ગાંધીધામ અને અંજારમાં પણ ચોરીની ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd