• શનિવાર, 07 જૂન, 2025

રાફેલની મુખ્ય બોડી ભારતમાં બનશે

નવી દિલ્હી, તા. 5 : રાફેલ યુદ્ધવિમાનની ફ્યુજલાજ અર્થાત્ મુખ્ય બોડી ભારતમાં હૈદરાબાદમાં બનશે. ભારતની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિ.એ ફ્રાંસની કંપની ડસોલ્ટ એવિએશન સાથે ચાર કરાર કર્યા છે. રાફેલ યુદ્ધવિમાનની બોડી ફ્રાન્સની બહાર બનશે તેવું પહેલીવાર ભારતમાં થવા જઇ રહ્યું છે. રાફેલનું પ્રથમ યુનિટ 2028માં એસેમ્બલી લાઇનથી બહાર આવશે. હૈદરાબાદમાં બની રહેલા પ્લાન્ટમાંથી દર મહિને રાફેલ યુદ્ધવિમાનની બે બોડી તૈયાર થવાની આશા છે. ટાટા અને ડસોલ્ટની આ ભાગીદારી ભારતનાં સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. ડસોલ્ટે કહ્યું હતું કે, આ યોજના ભારત અને ફ્રાંસ વચ્ચે સંરક્ષણ સહયોગની દિશામાં એક મોટું પગલું છે. આ પહેલથી ભારતમાં સંરક્ષણ ક્ષેત્રના ઉપકરણના નિર્માણની ક્ષમતા વધશે. સ્થાનિક ઇજનેરોને વિશ્વસ્તરીય ટેકનિક શીખવાની તક મળશે. ટાટા જૂથ પહેલાંથી જ ડસોલ્ટ સાથે મળીને રાફેલ અને મિરાજ 2000 જેવા વિમાનોના પાર્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd