ભુજ, તા. 7 : શહેરની
કંસારા બજારમાં ચાની હોટેલ પાસે આજે સાંજે મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા
શખ્સને પોલીસે ઝડપી લીધો હતો,
જ્યારે આઈ.ડી. આપનાર ભુજના શખ્સનું નામ ખૂલ્યું છે. પોલીસને બાતમી
મળતાં કંસારા બજારની ચાની હોટેલ પાસે પોતાના મોબાઈલની એપમાં ઓનલાઈન હાર-જીતનો
ક્રિકેટનો સટ્ટો રમતા કીર્તિ કરશનભાઈ પોમલ (સોની) (રહે. ભુજ)ને મોબાઈલ ફોન કિં.
રૂા. 10,000 તથા રોકડા રૂા. 1650 સાથે
ઝડપી લીધો હતો. આ સાઈટની આઈ.ડી. વિશાલ ઉર્ફે રાજા સોની (ભુજ)એ સેટ કરી આપ્યાનું
કહેતાં એ-ડિવિઝન પોલીસે બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.