• રવિવાર, 16 જૂન, 2024

ઘુડખર અભયારણ્ય હત્યા પ્રકરણમાં પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

ગાંધીધામ, તા. 20 : જોધપરવાંઢ અને કાનમેર વચ્ચે ઘુડખર અભયારણ્યમાં મીઠાની જમીન કબજે કરવા મુદ્દે ફાયારિંગ કરી એક યુવાનના હત્યા પ્રકરણમાં આજે આરોપીઓને બનાવવાળી જગ્યાએ લઈ જઈ પોલીસે બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. ઘુડખર અભયારણ્યમાં આડેધડ ફાયારિંગ કરીને દિનેશ કોળી નામના યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ગુનાહિત ઈતિહાસ ધરાવતા 10 સહિત 16 શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેમના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પ્રકરણમાં હજુ એક આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી તેમજ  બનાવમાં વપરાયેલી બંદૂકો પણ હજુ મળી નથી. દરમ્યાન આજે 16 આરોપીઓને સાથે રાખીને પોલીસે બનાવનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. બનાવને અંજામ આપતા પહેલાં તમામ આરોપીઓ હાઈવે નજીક આવેલી એક હોટલમાં મળ્યા હતા, જ્યાં બેઠક યોજાઈ હતી ત્યાં આરોપીઓને લઈ જવાયા હતા, બાદમાં બનાવને અંજામ અપાયો હતો તે ઘુડખર અભયારણ્યમાં લઈ જવામાં અવ્યા હતા અને બનાવનું પુનરાવર્તન કરાવાયું હતું. વેળાએ એલસીબી પી.આઈ. એન.એન. ચુડાસમા સહિતના અધિકારીઓ, પોલીસ કાફલો હાજર રહ્યો હતો. બનાવમાં પવરાયેલી બંદૂકો હજુ મળી નથી, જેને શોધવા પોલીસે દોડધામ આદરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang