• શુક્રવાર, 24 જુલાઈ, 2026

અવસાન નોંધ

અંજાર : મૂળ માંડવીના મંજુલાબેન સુબોધભાઈ શાહ (ઉ.વ. 86) તે સુબોધભાઈ પીતાંબર શાહના પત્ની, સ્વ. ઝવેરબેન પીતાંબર શાહના પુત્રવધૂ, સ્વ. ભૂદિબેન મણિલાલ મૂળજી લાલન (ભુજ)ના પુત્રી, સ્વ.  માણેકલાલ, સ્વ. જાસુદબેન, સ્વ.  રમણીકભાઈ, સ્વ. મહેશભાઈ, ધનરેખાબેનના ભાભી, અમર શાલીભદ્ર, સોનલબેનના માતા, કાશ્મીરા, નંદીની, મુકેશભાઈના સાસુ, ખુશ્બૂ, ઋષભ, જય, જીતના દાદી, કૃણાલ, કાવ્યાના નાની તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-202ના શુક્રવારે સાંજે 5થી 6 મહાવીર સ્વામી વિવિધલક્ષી હોલ, સાંઈ મંદિર પાસે, નયા અંજાર ખાતે.

નખત્રાણા : ધોકડિયા દિનેશ (ઉ.વ. 42) તે સ્વ. જવેરબેન તથા રામજી નારાણ (મોરજરવાળા)ના પુત્ર, જ્યોતિબેનના પતિ, ભારતીબેન જિગર ચાવડા (કોડકી), જાગુબેન દિલીપ આંઠુ, આદિત્ય (લાલો), ભૂમિબેનના પિતા, સ્વ. રાજાભાઇ, રમેશભાઇ, ભચીબેન વિશ્રામ વાઘેલા (દેશલપર-ગુંતલી), ભાવનાબેન નાથાલાલ ચાવડા (ગાંધીધામ)ના ભત્રીજા, પ્રવીણ, અક્ષય, જનક, સ્વ. નવીનના મોટા ભાઇ, સ્વ. શિવજી ચના લોંચા (વિગોડી)ના દોહિત્ર, નારાણભાઇ, જેન્તીલાલના ભાણેજ, સ્વ. રામજી ચના પરમાર (વજેપુરા કંપા)ના જમાઇ તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 26-7-2026ના રાત્રે સત્સંગ તથા તા. 27-7-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો તથા બેસણું નિવાસસ્થાને સુરલભિટ્ટ, દેવાશિષ હોસ્પિટલ પાછળ.

રાપર : મૂળ સેલારીના મચ્છુ કઠિયા સઈ સુથાર પરમાર હરજીભાઈ મહાદેવભાઇ (દરજી) (ઉ.વ. 80) તે ગં.સ્વ. પુંજીબેન મહાદેવભાઇ પરમારના પુત્ર, રંભીબેનના પતિ, ગં.સ્વ. બબીબેન રાઘવજીભાઈ ડાભી  (દેશલપર), ગં.સ્વ કાશીબેન રતનશીભાઇ ડાભી (સુવઈ), નીલાવંતીબેન લવજીભાઈ ચૌહાણ (બાવળા), વેલુબેન અરાવિંદભાઈ સોલંકી (ભચાઉ), રૂખીબેન મનસુખલાલ સરવાણી (ચિત્રોડ), સ્વ. દેવશીભાઈ, ખીમજીભાઇ, શામજીભાઈના ભાઈ, ચમનલાલ ગણેશભાઈ ડાભીના બનેવી, જયશ્રીબેન લવજીભાઈ વાઘેલા (ભુજ), જ્યોતિબેન જેંતીલાલ વાઘેલા (ગાંધીધામ), પુષ્પાબેન હરેશભાઈ ડાભી (ભુજ), તેજસ, કમલેશના પિતા, ભાવનાબેન, જાગૃતિબેનના સસરા, વેરાભાઈ જીવાભાઈ લીંબડના ભાણેજ, સ્વ. ભૂરાભાઈ વસ્તાભાઈ, સ્વ. આંબાભાઈ વસ્તાભાઈના ભત્રીજા, મનસુખભાઈ, અમરશીભાઈના કાકા, રમણીક, દિલીપ, અરુણ, પ્રકાશ, પરેશ, કલ્પેશ, અનિલના મોટાબાપા, દીપ, રિયા, જય, રુદ્રના દાદા, ડિમ્પલ, સિમ્પલ, જીત, રાજ, હેતલ, હિરેન, યસના નાના તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તથા મોરિયા તા. 2-8 -2026ના રવિવારે દરજી સમાજવાડી, જકાત નાકા, રાપર ખાતે.

ખંભરા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય રાઠોડ મંજુલાબેન પ્રતાપભાઇ (ઉ.વ. 75) તે જાદવજી પરબતભાઇ વરૂ (રાઉરકેલા ઓડિસા)ના પુત્રી, મનીષભાઇ (રાજાભાઇ), નીલેશભાઇ (ટીનુ), યોગિતાબેન યોગેશભાઇ ટાંક, પ્રવીણાબેન પ્રવીણભાઇ પરમાર, નીતાબેન વિજયભાઇ પરમારના માતા, દક્ષાબેન મનીષભાઇના સાસુ, યશ્વી, મિહાનના દાદી, પીયૂષ, કપિલ, હર્ષિત, પાયલ, વિધિ, નીલના નાની તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-7-2026 અને 25-7-2026ના નિવાસસ્થાને મકાન નં. 65, શાંતિનગર, ખંભરા ખાતે.

નાની મંજલ (તા. માંડવી) : ગીતાબેન ચૂનીલાલ ભગત (સુરાણી) (ઉ.વ. 62) તે ચૂનીલાલ કરમશી ભગતના પત્ની, સ્વ. જશુબેન કરમશીભાઈ ભગતના પુત્રવધૂ, સ્વ. કુંવરબેન નાનજી પોકાર (આણંદપર-યક્ષ)ના પુત્રી, શંકરભાઈ અને હર્ષિદાબેન નિરલ પોકાર (દેવપર-ગઢ)ના માતા, રોશનીબેનના સાસુ, નરશીભાઈ, લક્ષ્મીબેન (માનકૂવા), મંગળાબેન (નાના અંગિયા)ના ભાભી, કાંતાબેનના જેઠાણી, ખુશાલ, જયદીપના મોટીમા, ધાની, હર્ષિવના દાદી, જાનવી, ધીમહિના નાની, હીનાબેન, શીતલબેનના મોટા સાસુ, આરુષ, દ્વિજાના મોટા દાદી તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2026ના શુક્રવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, નવી મંજલ ખાતે.`

ફરાદી (તા. માંડવી) : કસ્તૂરબેન પ્રેમગર ગોસ્વામી (ઉ.વ. 92) તે સ્વ. પ્રેમગરના પત્ની, વાલબાઈ નારાણગિરિ (પીપરી)ના પુત્રી, લક્ષ્મીબેન બાલગર, જશોદાબેન કબુગર, પરસોત્તમગર, મનુગર, રામગર, પ્રતાપગરના માતા, સ્વ. કરશનગર શિવગર, સ્વ. મૂલગર શિવગરના ભાભી, કસ્તૂરબેન, સાવિત્રીબેન, રંજનબેન, વનિતાબેનના સાસુ તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2026ના શનિવારે બપોરે 3થી 4 ભીડભંજન મહાદેવ મંદિર, ફરાદી ખાતે.

ઘરાણા (તા. ભચાઉ) : મણિબેન તુલસીગિરિ ગોસ્વામી (ઉ.વ. 93) તે તુલસીગિરિ દયાલગિરિના પત્ની, ગોસ્વામી ભાણગિરિ ફૂલગિરિના પુત્રી, વિશ્રામગિરિ, બુધગિરિ, બચુગિરિના બહેન, નરસિંહગિરિ, હંસાગિરિના માતા તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તથા ઉત્તરક્રિયા અને શક્તિપૂજન તા. 30-7-2026ના ગુરુવારે.

શિકારપુર (તા. ભચાઉ) : ગોસ્વામી રસીલાબેન (ઉ.વ. 28) તે મંજુલાબેન હીરાગિરિના પુત્રી, શાંતાબેન ગૌરીગિરિના પૌત્રી, જાગૃતિબેન, વિકાસ, ભાવેશગિરિ, નિખિલગિરિ, અજિતગિરિ, રોહિતગિરિ, નરેન્દ્રગિરિ, વિજયગિરિના બહેન, રમેશપુરી (ભચાઉ)ના સાળી, મુક્તાબેન ત્રિકમગિરિ, નયનાબેન નવીનગિરિના ભત્રીજી, અમૃતબેન કેણપુરી (જંગી)ના દોહિત્રી, નરસિંહપુરી, ભરતપુરી (જંગી)ના ભાણેજી તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 25-7-2026ના તથા શક્તિનૂજન અને શંખઢોળ તા. 31-7-2026ના શુકવારે નિવાસસ્થાને.`

નલિયા (તા. અબડાસા) : કંસારા સોની કમળાબેન (ઉ.વ. 82) તે સ્વ. ગિરધરલાલ ખેંગારના પત્ની, સ્વ. ભાણજીભાઈ, સ્વ. જવેરલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. મંજુલાબેન, સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. લક્ષ્મીબેન કાંતિલાલના ભાભી, જયેશ, ચંદ્રેશ, સ્વ. ઉષાબેન (મથલ), વેજંતીબેન (ગઢશીશા), પુષ્પાબેન (નેત્રા), નીતાબેન (મથલ)ના માતા, વંદનાબેન, જેષ્ટિકાબેન, સુભાષભાઈ (ગઢશીશા), કિશોરભાઈ (નેત્રા), અશોકભાઈ (મથલ)ના સાસુ, દીક્ષિત, માનવ, ઊર્મિલા, હનીના દાદી, પરેશ, કમલેશ, સ્વ. હરેશ, જેઠાલાલ, દીપક, અનીશ, સાગર, સ્વ. મનોજ, જ્યોતિ, જિજ્ઞા, વર્ષા, હેતલના મોટીમા, હીનાબેન, માનસી, શ્રુતિ, નિહિલ, મીત, ભાવેશ, જયદીપ, ઉજાલા, તેજલ, દીપિકા, જલ્પા, આરતી, પૂર્વી, મોનિકાના નાની, સ્વ. હંસરાજ ડુંગરશી, સ્વ. વીરેન્દ્ર હરિરામના પિતરાઈ ભાભી, સ્વ. ભવાનજી વિશનજી, ભગવતીબેન ભવાનજી (ગઢશીશા હાલે માધાપર)ના પુત્રી, શાંતિલાલ ભવાનજી (માધાપર), દમયંતીબેન (માધાપર), ગં.સ્વ. ચંદ્રિકાબેન (માધાપર)ના  બહેન તા. 23-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-7-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, છાડુરા નાકે, નલિયા ખાતે.

ડુમરા (તા. અબડાસા) : જાડેજા મૂળરાજસિંહ (બીજુ) (ઉ.વ. 26) તે સ્વ. કરસનજી ડોલુભાના પુત્ર, સ્વ. જાડેજા ડોલુભા વેસુભા, જાડેજા બાપાલાલ વેસુભાના પૌત્ર, સ્વ. દીપસંગજી, મહેન્દ્રસિંહ, રઘુભાના ભત્રીજા, જાડેજા મયૂરસિંહ, પૃથ્વીરાજસિંહ, ગોહિલ જયશ્રીબા શૈલેન્દ્રસિંહ (ગાયજ), ગોહિલ મીનાબા પ્રદીપસિંહ (ઘાયરી), ગોહિલ આશાબા કુલદીપસિંહ (ઘાયરી), કુન્દનબા વીરેન્દ્રસિંહ ગોહિલ (ઘાયરી), ગોહિલ ભૂમિકાબા જયપાલસિંહના નાના ભાઈ, જાડેજા પ્રતિપાલસિંહ, જયવીરસિંહના મોટા ભાઈ, કુમારસિંહ, વિશ્વરાજસિંહ, ધ્રુવરાજસિંહના કાકા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબારગઢ ડેલી, ડુમરા ખાતે. 

ડુમરા (તા. અબડાસા) : જાડેજા ગીતાબા (ઉ.વ. 55) તે સ્વ. કરસનજી ડોલુભાના પત્ની, સ્વ. જાડેજા ડોલુભા વેસુભા, જાડેજા બાપાલાલ વેસુભાના પુત્રવધૂ, સ્વ. જાડેજા દીપસંગજી, જાડેજા મહેન્દ્રસિંહના નાનાભાઈના પત્ની, જાડેજા રઘુભા બાપાલાલના ભાભી, જાડેજા મયૂરસિંહ, ભૂમિકાબા, સ્વ. મૂળરાજસિંહ (બીજુ)ના માતા, ગોહિલ જયશ્રીબા શૈલેન્દ્રસિંહ (ત્રાપજ), ગોહિલ મીનાબા પ્રદીપસિંહ (ઘાયરી), ગોહિલ આશાબા કુલદીપસિંહ (ઘાયરી), કુન્દનબા વીરેન્દ્રસિંહ ગોહિલ (ઘાયરી), જાડેજા પૃથ્વીરાજસિંહના કાકી, જાડેજા જયવીરસિંહ, પ્રતિપાલસિંહના મોટા બા, કુમારસિંહ, વિશ્વરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદી તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબારગઢ ડેલી, ડુમરા ખાતે.  

Panchang

dd