• ગુરુવાર, 23 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : ગોસ્વામી અનિલપુરી મોહનપુરી (ઉ.વ. પપ) તે શાંતાબેન મોહનપુરી ગોસ્વામીના પુત્ર, આશાબેનના પતિ, સ્વ. હિમંતપુરી, અતુલપુરી, કિરણપુરી, ભરતપુરી, મીનાબેન હરેશભારતી (ભુજ), નીલમબેન ભરતવન (મંગવાણા)ના ભાઇ, વર્ષાબેનના દિયર, હીનાબેન, આશાબેનના જેઠ, ચાંદની, હની, પ્રેમના પિતા, ઇષાના સસરા, વિકિ, ઈશ્વર, અક્ષય, ક્રિષ્ના, જીલ, હીર, કાર્તિકના કાકા, હીરલ વિકિપુરીના કાકા સસરા, ભૂપેન્દ્રભાઈ જેન્તીલાલ મકવાણાના વેવાઇ, જસોદાબેન ભગવાનગરના જમાઇ, દીપકગર, પ્રવીણગર, સ્વ. રાખીબેન ભૂપેન્દ્રગિરિના બનેવી, મીત, યુવરાજ, પૂજા, ભૂમિ, પૃથ્વીના ફુઆ, પ્રશાંત અને તેજલના માસા તા. રર-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ર4-7-2026ના શુક્રવારે સાંજે 4.30થી પ.30 ડી.સી. ભવન, વાલદાસ નગર, ભુજ ખાતે.

ભુજ : રાજગોર ઉમિયાશંકર રેવાશંકર માકાણી (ઉ.વ. 67) તે કુસુમબેનના પતિ, સ્વ. હીરાબેન રેવાશંકર દયારામના પુત્ર, અજય, ભૂમિબેનના પિતા, કપિલભાઇ કાંતિલાલ મોતાના સસરા, રમેશચંદ્ર, રામદાસ, વૃજલાલ, મંજુલાબેન અરૂણભાઇ વાલજી નાકર, તારાબેનના ભાઇ, સ્વ. કલ્યાણ (લાલજી), સ્વ. જટાશંકર, સ્વ. બબીબેન મૂળજી મોતા, સ્વ. ચંચળબેન હીરજીના ભત્રીજા, નીતિન, ભરત, જયેશ, સ્વ. અલ્પેશ, ગં.સ્વ. પ્રતિમાબેન, પ્રજ્ઞાબેન, જિજ્ઞાબેનના કાકાઇ ભાઇ, સ્વ. પુષ્પાબેનના દિયર, સંગીતાબેનના જેઠ, સ્વ. ઇશ્વરલાલ શિવજી નાકર, સ્વ. મુક્તાબેન દયારામ વ્યાસ, સ્વ. અમૃતબેન ખીમજી ગોર, સ્વ. દમીબેન બંસીલાલ ગોર, સ્વ. સાવિત્રીબેન શંભુલાલ ગોરના ભાણેજ, રાજેશ, ધવલ, રીનાબેન અમિતભાઇ વિઠ્ઠા, નેજલબેન મયૂરભાઇ નાકરના કાકા, પરેશ, મીનાબેન શૈલેશ માકાણી, ધર્મિષ્ઠાબેન ભરત માકાણી, હસ્મિતાબેન હર્ષેન્દુ માકાણી, મૌસમીબેન રાજેશભાઇ શેઠ, પૂનમબેનના મામા, ગં.સ્વ. ભાગ્યવંતીબેન નારાણજી લક્ષ્મીદાસ અજાણીના જમાઇ, મહેશભાઇ (પપ્પુ), સ્વ. દમયંતીબેન જયંતીલાલ ગોર, કમળાબેન કિશોરભાઇ મોતા, અરૂણાબેન કેશવલાલ ઠક્કર, જયશ્રીબેન ખુશાલભાઇ મોતા, સ્વ. શિલ્પાબેન, નીપાબેન જયેશભાઇ મોતાના બનેવી, પૂનમબેનના નણંદોયા, દર્શન, મહર્ષિના નાના તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-7-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

અંજાર : સોનલબેન રમેશકુમાર તન્ના (ઉ.વ. 59) તે રમેશભાઈ તન્નાના પત્ની, સ્વ. નિમુબેન મોહનલાલ તન્નાના પુત્રવધૂ, સ્વ. ત્રિવેણીબેન મોહનલાલ ચંદેના પુત્રી, તેજલબેન ઈશાન ઠક્કર અને જીનલબેન યોગેશ ઠક્કરના માતા, જિતેન્દ્ર મોહનલાલના નાના ભાઈના પત્ની, હરેશભાઈ, સ્વ. પુષ્પાબેન જગદીશભાઈ પોપટ, નયનાબેન જગદીશભાઈ ચોથાણી (ગઢસીસાવાળા), સંજયભાઈ, પંકિનભાઈ, મનોજભાઈ, પીન્ટુભાઇ, અમિતભાઇ, હીનાબેન રમેશભાઈ પાજપાણીના ભાભી, સ્વ. વાસંતીબેનના દેરાણી તથા કિરણબેનના જેઠાણી, સ્વ. પંકજભાઈ અને ગ.સ્વ. ચેતનાબેન શૈલેશભાઇ ગણાત્રાના બહેન, પરીન, નિમેષ, ખ્યાતિ, દેવાંશીના કાકી, આધ્યાના નાની તારીખ : 22-07-2026ના રોજ અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-07--2026, શુક્રવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

આદિપુર : મૂળ ભુજના વડનગરા નાગર લય (પિન્ટુ) એચ. અંતાણી (ઉ.વ. 44) (હાઉઝી કિંગ) (વાઇસ પ્રિન્સિપાલ, પી.એન. અમરશી હાઇસ્કૂલ-ગાંધીધામ) તે હેમાંશુ એન. અંતાણી (નિવૃત્ત ઇફકો), સ્વ.અ.સૌ. જ્યોતિકાબેનના પુત્ર, સ્નેહાના પતિ, ખુશના પિતા તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2026ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ચંદિયાના બચુબેન પ્રેમજીભાઇ મકવાણા (ઉ.વ. 73) તે હમીરભાઇ, ગોપાલભાઇ, કસ્તૂરબેન, રંજનબેનના માતા, પ્રેમજીભાઇના પત્ની, સાધના હમીરભાઇ મકવાણા, પ્રીતિ ગોપાલભાઇ મકવાણા, કાનજીભાઇ રાઠોડ, મનીષભાઇ સોલંકીના સાસુ, ભગતી, પ્રિયાંશી, દિવ્યરાજના દાદી તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-7-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શક્તિનગર, ગાંધીધામ ખાતે.

માંડવી : શંકર ખીમજી મકવાણા (ઉ.વ. 82) તે ભગવાનજી ખીમજીના મોટા ભાઇ, ભાવેશ, ટીનાબેન ઇશ્વરલાલ વાઘેલાના પિતા, આશાબેન ભાવેશના સસરા, સામજીભાઇ ભગવાનજી, મહેશભાઇ ભગવાનજીના મોટાબાપા, જ્યોતિબેન ભાવેશ, દેવ ભાવેશ, અંજલિ, રૂમી, તન્વીના દાદા, વિજય દેવજી વાઘેલાના વેવાઇ તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. પાણી ધાર્મિકક્રિયા તા. 28-7-2026ના સવારે 10થી 12 વાલ્મીકિનગર ખાતે.

રાપર : મૂળ દેશલપરના જિગરભાઈ મોહનભાઈ પુરાણિયા પરમાર (ઉ.વ. 42) તે મોહનભાઈના પુત્ર, વાલજીભાઈ, હસમુખભાઈના નાના ભાઇ, વનિતાબેનના પતિ, અક્ષ, સ્નેહાના પિતા, સ્વ. ગણેશાભાઈ ભૂરાભાઈના ભત્રીજા  તા. 10-7-2026ના અવસાન પામ્યા છે.

કોડાય (તા. માંડવી) : જુણેજા ખતુબાઈ કાસમ (ઉ.વ. 62) તે મ. સમેજા જુસબ  આમદના પુત્રી, મ. સમેજા જાફર જુસબ, સમેજા કાસમ જુસબના  બહેન, આમદ, અબ્દુલ રઝાક, સમેજા  સલીમના ફઈ, સાજીદના નાની તા. 22-7-2026ના અવસાન પામ્યા  છે. વાયેઝ-જિયારત તા. 24-7-2026ના શુક્રવારે સવારે 10.30થી 11.30 સિંધી  જમાતખાના, કોડાય ખાતે.

ત્રગડી (તા. માંડવી) : બુખારી હાજીયાણી કુલસુમબાઈ આધમ (ઉ.વ. 62) તે મ. અબ્દુલ ગની (કરાચી), અલીમામદના બહેન, લાંગાય હાજી અબ્દુલ જુસબ, ગુલામ હુશેન, અબુભખર, સલીમ મામદ, ગનીભાઈના મામાઈ બહેન, કાતિયાર હાજી હાસમ હારૂન (કોટડી), હિંગોરજા ફકીરમામદ આધમ (દહીંસરા)ના સાળી, કાતિયાર અલારખા (બબુભાઈ), અબુભખર, શૌકતઅલી, રજાક (દહીંસરા ), ઈબ્રાહીમના માસી  તા. 22-07-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-07-2026, શનિવાર સવારે 10:30થી 11:30 કલાકે, કોટડી ખાતે, હકીમશાહ પીરમાં રાખેલ છે.

દરશડી (તા. માંડવી) : જગદીશકુમાર ડાયાભાઈ હિંગણા (ઉ.વ. 38) તે સ્વ. ડાયાભાઈ જેઠા હિંગણા, ગં.સ્વ. ધનબાઈના પુત્રરાયશીભાઈ (અદાણી પોર્ટ-મુંદરા), લીલબાઈ કાનજી જેપાર (ભારાપર-માંડવી), કાનબાઈ હીરજી ધેડા (દેવપર-ગઢ), મેઘબાઇ પચાણ દનીચા (માનકૂવા), વાલુબેન હરશી સૂંઢા (ચિયાસર)ના ભાઈ, તેજબાઈ રાયશીભાઈના દિયરયોગેશ અને રશ્મિબેનના કાકા, જ્યોતિબેન યોગેશના કાકાસસરા, કરમશીભાઈ સીજુ (રાયણ મોટી)ના ભાણેજ તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન દરશડી ખાતે. ધાર્મિકવિધિ પૂર્ણ થઈ છે.

નાની તુંબડી (તા. મુંદરા) : પઠાણ મજીદ અબ્દુલ્લાહ (ઉ.વ. 39) તે ઇમ્તિયાઝ અને ઇશાકના પિતા, ઇમરાન, મુસ્તાકના ભાઈ તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નાની તુંબડી ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : કુંભાર હાસમ (ઉ.વ. 56) તે મ. ઇસ્માઇલ બુઢાના પુત્ર, ફકીરમોહમ્મદ અને અલીમોહમ્મદના ભત્રીજા, ઈબ્રાહીમ અને મુસાના ભાઈ તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-7-2026ના શુક્રવાર સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, નાની તુંબડી ખાતે.

નાગવીરી (તા. નખત્રાણા) : ગઢવી દેવશ્રીબેન (ઉ.વ. 60) તે દેવરાજ વિસરપુરીના પત્ની, રાજેશ, હરિ, રામ, કાનજી, વિજય, ભરતના માતા, ખીમજી ખેતશીના નાના ભાઇના પત્ની, મેઘરાજ, રતન, વિશ્રામ, કાનજી, કરમણ, વિરબાઇ, માલબાઇ, દેશાબાઇના ભાભી, જશોદા, વિશાલ, કનૈયાના દાદી, નાગાજણ, દેવરાજ, સામરા, વિરબાઇ, ભાણબાઇના બહેન, ધનરાજ, રામજી, રાજબાઇના કાકી, હિરેન, દીપેશના મોટીમા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. પાણી (ઘડાઢોળ) તા. 1-8-2026ના શનિવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન નાગવીરી ખાતે.

ધામાય (તા. નખત્રાણા) : પાર્વતીબેન ખાનજી ગઢવી (ઉ.વ. 75) તે ખાનજી શક્તિદાન ગઢવીના પત્ની, સ્વ. પ્રવીણદાન, રઘુદાન, કિરીટદાન, હંસાબેન, દીપાબેન, નિતાબેન, શારદાબેનના માતા, માધવના દાદી, સ્વ. નારાણજી ઉદયરામ (જામથડા)ના પુત્રી, સ્વ. શંભુદાન તથા લક્ષ્મીબેનના બહેન તા. 22-7-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 23-7-2026ના ગુરુવારથી તા. 27-7-2026 સોમવાર સુધી નિવાસસ્થાન ધામાય ખાતે.

મોટા અંગિયા (તા. નખત્રાણા) : બકાલી ઈબ્રાહીમ નૂરમામદ (બુઢા) (ઉ.વ. 55) તે. મ. હુશેન, હારુન, જુસબના ભાઈ, અયુબ, સરજીલ, અમીનના પિતા, સેજાન અબ્દુલસતારના સસરા તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-7-2026ના શુક્રવારે સવારે 10થી 11  મુસ્લિમ જમાતખાના, મોટા અંગિયા ખાતે

રામપર અબડા (તા. અબડાસા) : હાલ તળાજા રૂપુભા બચુભા જાડેજા (નિવૃત્ત પીડબલ્યુડી) તે રાજેન્દ્રાસિંહ જાડેજા (રાજ મોબાઈલ), કરણાસિંહ (હકાભાઈ)ના પિતા, ગોવુભા બચુભા જાડેજા (રામપર)ના મોટા ભાઈ, સુરેશાસિંહ ગોવુભા, રમેશાસિંહ ગોવુભાના મોટાબાપુ, વિશ્વરાજાસિંહ રાજેન્દ્રાસિંહ જાડેજા, જયદીપાસિંહ (કાનો) કરણાસિંહ, વિક્રમાસિંહ સુરેશાસિંહ જાડેજાના દાદા, મહેન્દ્રાસિંહ જાડેજા (ત્રંબો), કિશોરાસિંહ (વાંકુ)ના માસા, ત્રાપજ નિવાસી હાલ તળાજાના પ્રવીણાસિંહ ટપુભા ગોહિલ (નિવૃત્ત એસ.ટી.), વીરેન્દ્રાસિંહ ટપુભા (વીટી ડિસવાળા)ના બનેવી તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. સંયુક્ત બેસણું/સાદડી તા. 24-7-2026ના શુક્રવારે સાંજે 4થી 6.30 તથા ઉત્તરક્રિયા તા. 30-7-2026ના ગુરુવારે મારૂતિનગર, તળાજા ખાતે.

રાજકોટ : મૂળ વણાના હાલે રાજકોટ રાણા જગદીશાસિંહ કેશુભા (ઉ.વ. 73) તા. 21-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું 24-7-2026ના શુક્રવારે સાંજે 4થી 6 સરિતા વિહાર સોસાયટી, કાલાવડ રોડ, સાંસ્કૃતિક ભવનમાં, રાજકોટ ખાતે. 

Panchang

dd