• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મોટી ઉનડોઠના ગાવિંદજી માનસંગજી રાઠોડ (ઉ.વ. 72) તે સ્વ. રામાબાઈ માનસંગજી રાઠોડના પુત્ર, સ્વ. કેસરબાના પતિ, મુકેશાસિંહ (મુંદરા પોર્ટ) (ઉપપ્રમુખ રાજપૂત સમાજ-ભુજ), દિલીપાસિંહ (મુંબઈ પોર્ટ)ના પિતા, ડિમ્પલબા, અલકાબાના સસરા, મનનાસિંહ, ક્રિસવાસિંહ, જિયાબા, જીલબાના દાદા, સ્વ. દેવજી, સ્વ. મુરજીભા (ભીખાભા), સ્વ. રમેશભા માનસંગના ભાઇ, સ્વ. લક્ષ્મીબા કાનજીભા સોલંકી (સુમરી રોહા)ના જમાઈ, સ્વ. દેવકાબા દેવજીભા રાઠોડના દિયર, ગં.સ્વ. ભારતીબા રમેશભા રાઠોડના જેઠ, પ્રતાપાસિંહ, નવીનાસિંહ, દીપકાસિંહ, કિશોરભા, અરાવિંદાસિંહ સોલંકી, જિતેન્દ્રાસિંહના કાકા, દીપાબા, શીતલબા, હર્ષાબાના મોટાબાપુ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-2-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : હરેશ ગુરસિંગ નટ (ઉ.વ. 45) તે રાણબાઇ ગુરસિંગ લખમણભાઇના પુત્ર, રાજેશભાઇ, કાલીદાસભાઇના ભાઇ, ભાવનાબેનના પતિ, મિલીબેન, ઉમેશભાઇ, ભાવેશના પિતા તા. 2-2-2026ના અવસાન પામ્યા છે. નિવાસસ્થાન નટવાસ, વ્યાયામ શાળા, ગાયત્રી મંદિર સામે, ભુજ.

ગાંધીધામ : મૂળ નાની ખેડોઇના જાડેજા જોરુભા જાલમાસિંહ (ઉ.વ. 77) (રિટાયર્ડ પોલીસ) તે રાજુબાના પતિ, જીવુભા ઝાલા (મેંથાણના) જમાઈ, ઇન્દ્રજિતાસિંહ જાડેજા (શારદા ગૂડ્સ, પ્રમુખ, ટ્રાન્સપોર્ટ એસોસીએશન), ધર્મેન્દ્રાસિંહ (જય મોગલ એન્ટરપ્રાઇસ)ના પિતા, સ્વ. મોહનબા, સ્વ. ઘનશ્યામાસિંહ, સ્વ. અમૃતબા, જગદીશાસિંહ, ઝાલા નીમબા બળવંતાસિંહ (ખોડ)ના મોટા ભાઈ, વિજયાસિંહ, ગાયત્રીબા, કોમલબાના મોટાબાપુ, જાનવીબા પૂર્વજિતાસિંહ વાઘેલા (સીમજ),ખેવનાબા, આદિત્યાસિંહ, કંગનાબા, પ્રત્યક્ષરાજના દાદા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કંડલા કોમ્પલેક્સ, રાજપૂત સમાજવાડી, 5/બી, આદિપુર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ગં.સ્વ. ઉષાબેન સતીષભાઈ સોલંકી (ઉ.વ. 62) તે સ્વ. સતીષભાઈ જેસ્ટારામ સોલંકીના પત્ની, વિનિત, વિનિતાબેન વિશાલભાઇ ચાવડાના માતા, દીપ્તિબેન વિનિતભાઇ સોલંકીના સાસુ, દક્ષિત સોલંકીના દાદી, જિયા ચાવડાના નાની તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-2-2026ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે ભાઈઓ-બહેનોની સંયુક્ત.

અંજાર : રાયમા સકીનાબાઈ લધા (ઉ.વ. 86) તે મ. લધા ભચુના પત્ની, અલીમામદ રણમલ અને સારાબાઇ (ચિત્રોડ)ના પુત્રી, અબ્દુલ ગની, નૂરમામદના માતા, મહંમદ સાહિલ, મહંમદ હારીશના દાદી, ઓસમાણ હાજી, કાસમ ડાડા, હાજી ડાડાના કાકી, જુસબ અલીમામદ, આમદ અલીમામદ (ચિત્રોડ)ના બહેન, દાઉદ અબ્દુલ્લાહ (ટોડા), અબ્બાસ મીઠુ (સરલી, પૂર્વ પ્રમુખ, અ.ક.સુ.મુ.હિ.ર.સ.)ના સાસુ તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2026ના બુધવારે સવારે 10થી 11 જૂના દારૂખાના, પોસ્ટ ઓફિસની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : દીપકભાઈ અંતાણી (ઉ.વ. 89) તે સ્વ. કાંતિપ્રસાદભાઈ (પ્રથમ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત) તથા સ્વ. ડોલરગૌરીના પુત્ર, સ્વ. રજનીકાંતભાઈ શંભુપ્રસાદ ધોળકિયાના જમાઈ, સ્વ. દક્ષાબેનના પતિ, કૃષિકા હિતેન્દ્રભાઈ ધોળકિયા, ધૃતિ પ્રશાંતભાઈ વોરા, સંજય (કે.પી.ટી.), નચિકેત (કાવેલ અદાણી), સ્વ. બિંદુલ (એસ.આઈ. અંજાર નગરપાલિકા)ના પિતા, સ્વ. તન્વી, હેમા, ગં.સ્વ. કીર્તિદાના સસરા, પ્રશાખા જલજ વૈષ્ણવ, પર્વણી રિષભ ધોળકિયા, કૈરવ વેદ ધોળકિયા, ડો. ભર્ગ, હિમાંકના દાદા, દ્રુપદ, જપન, જૂઇ હેમ માંકડ, યુતિ દર્શિત અંજારિયા, નિસર્ગના નાના, અન્વેષા દ્રુપદ ધોળકિયા, શ્રેયા જપન વોરાના નાનાજી તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ અને બહેનોની તા. 25-2-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 મિત્રી સમાજવાડી (પીરવાડી) ગઢવાડી, અંજાર ખાતે.

માંડવી : સોની પ્રકાશ કનકાસિંહ છટપોખ્યા (પપીયો) (ઉ.વ. 47) તે સ્વ. દમયંતીબેન કનકાશિંહભાઈના પુત્ર, સ્વ. શાકરબાઈ દયાશંકરના પૌત્ર, સોનાબેન નવીનચંદ્ર સોનીના ભાઈ તા. રર-ર-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે)

નખત્રાણા : કુંભાર આઇશાબાઈ પન્નાભાઈ (વિંઝાણવાળા) (ઉ.વ. 70) તે મ. કુંભાર પન્નાભાઈ સુમારના પત્ની, કુંભાર હાજી હાસમ મામદ (નખત્રાણા)ના બહેન, કુંભાર ઉમર પન્ના, કુંભાર રહીમાબાઈ જાફર (નખત્રાણા), બ્રેર જમીલા અનવર (ભુજ)ના માતા, કુંભાર સુલેમાન ઈબ્રાહિમ (ઉર્ફે કારા) (નખત્રાણા)ના ફઈ, કુંભાર જાફર રમજાન (નખત્રાણા), બ્રેર અનવર રમજુ (ભુજ), કુંભાર બચીબાઈ ઉમરના સાસુ તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2026ના બુધવારે સવારે 10થી 11 સુરલભિટ્ટ જમાતખાના, નખત્રાણા ખાતે.

મોટા બંદરા (તા. ભુજ) : જાડેજા અનકુંવરબા (ઉ.વ. 95) તે સ્વ. રામસંગજી (ઉર્ફે ટપુભા) મેરામણજી જાડેજાના પત્ની, નટુભા, અજિતસિંહ, ગંભીરસિંહ (તિજોરી ઓફિસ)ના માતા, ગોહિલ કેશુભા નારૂભા (ચમારડી ભાવનગર)ના બહેન, ધર્મેન્દ્રસિંહ, રૂષિરાજસિંહ, હરદીપસિંહ, કરણસિંહ, જયદીપસિંહના દાદી, પૂર્વરાજના પરદાદી તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા બંદરા ખાતે.

હબાય (તા. ભુજ) : રણછોડ રવાભાઈ ચાડ (ઉ.વ. 40) તે ગીતાબેનના પતિ, સ્વ. રવા બિજલ ચાડના પુત્ર, સ્વ. કારા રવા, સ્વ. વાલજી જીવા, કાનજી જીવા, માવજી જીવા, ત્રિકમ રવા, રાજીબેનના ભાઈ, લક્ષ્મણભાઈના સાળા, પ્રવીણ વાલજી, શૈલેશ વાલજી, મનજી કારા, વિશાલ કારાના કાકા, અરાવિંદ કાનજી, સુનીલ કાનજી, વિવેક કાનજી, દર્શન કાનજી, દીક્ષાંત મનજી, તક્ષવી ત્રિકમના મોટાબાપા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે.

કુંદનપર-કેરા (તા. ભુજ) : દેવજીભાઈ ભીમશી દોરૂ (ઉ.વ. 83) તે સ્વ. હમીરભાઈ, પૂજાભાઈ, લધુભાઈ, માયાભાઈ, ખીમઈબાઈના ભાઈ, ડાહ્યાલાલભાઈ  (કેરા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય), નાનજીભાઈ, વાલબેન, મંજુલાબેન, ભાવનાબેન, કાન્તુબેનના પિતા, મિતેષ, મયૂર, જિતેશ, અશ્વિન, રતન, શર્મિલા, દક્ષા, ચાંદની, અંજનાના દાદા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું, ઘડાઢોળ (પાણી) તા. 26-2-2026 તથા 27-2-2026ના નિવાસસ્થાન કુંદનપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ વાલમ-મહેસાણાના પ્રભુદાસ માધવલાલ મોદી (ઉ.વ. 87) તે ડાહીબેનના પતિ, જિતેન્દ્ર, રાજેન્દ્ર, દક્ષાના પિતા, દેવેન્દ્ર ઈશ્વરલાલ મોદીના સસરા, હિમાંશુ, યશ, દીપ, દિયાના દાદા, પ્રાપ્તિ, વ્યોમના નાના તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 27-2-2026ના શુક્રવારે સવારે 9થી બપોરે 1 સુધી સહજાનંદ નગર સમાજવાડી, સહજાનંદ નગર, મિરજાપર પોલીસ સ્ટેશનની સામે, મિરજાપર ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : મહેશ્વરી નરસિંહ ગોપાલભાઇ ગડા (ઉ.વ. 65) તે સ્વ. માનબાઇ ગોપાલભાઇ જખુના પુત્ર, સ્વ. ખીમજી, રાણબાઇ હરજી (પાલનપુર-બાડી), આશબાઇ હીરજી (વિરાણી), પુરબાઇ ધનજી, દેવલબાઇ માલશીં માંગલિયા (સામત્રા), કાનબાઇ હીરજી (ઝુરા), ચાગબાઇ માલશીં (દરશડી)ના ભાઇ, સ્વ. નારાણ કોરશી (ભવાનીપર)ના જમાઇ, નવીન, પરષોત્તમ, ભાવના, હરેશના પિતા, નાનબાઇ લાલજી, રમેશ, પ્રેમજી, પ્રવીણના કાકા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ છે. સાદડી નિવાસસ્થાન દેશલપર-વાંઢાય ખાતે.

મેઘપર બોરીચી (તા. અંજાર) : ઔદિચ્ય બ્રાહ્મણ ગં.સ્વ. મીનાક્ષીબેન નિરંજનભાઇ રાવલ (ઉ.વ. 70) તે સ્વ. નિરંજનભાઇ કેશવલાલ રાવલના પત્ની, જિજ્ઞેશ, નિખિલ, સંજયના માતા, છાયાબેન, સરિતાબેન, તૃપ્તિબેનના સાસુ, દિયા, સેજલ, ખુશી, ધ્વનિ, ધ્રુવિતના દાદી, સ્વ. અન્નપૂર્ણાબેન ગિરજાશંકર ઠાકરના પુત્રી, મંજુબેન, રંજનબેન, અશ્વિનભાઇ, રશ્મિબેન, મુકેશભાઇના બહેન તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-2-2026ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન અરિહંતનગર, ક્રિષ્ના પબ્લિક સ્કૂલ હોલ, મેઘપર-બોરીચી ખાતે.

દરશડી (તા. માંડવી) : લક્ષ્મીબેન સામજી પ્રેમજી ચૌહાણ (ઉ.વ. 93) તે સ્વ. શામજી પ્રેમજી ચૌહાણના પત્ની, સ્વ. રતનબેન નારાયણ ચૌહાણના દેરાણી, સ્વ. વાલજી ખીમજી પોકાર (લુડવા)ના પુત્રી, કાન્તાબેન, સ્વ. શાન્તાબેન, દોલતભાઈ, રતનશીભાઈ, રવિલાલભાઈના માતા, ડો. મનીષભાઈ, કમળાબેન, મંજુલાબેન, સ્વ. મીનલના કાકી, સ્વ. પરષોત્તમભાઈ, સ્વ. રમણીકભાઇ, લીલાબેન, સુશીલાબેન, ભગવતીબેનના સાસુ, રશ્મિબેનના કાકીજી, પ્રિયા, પરિતા, હિરલ, ભાવિકા, જીનલ, પૂર્વી, પીનલ, પુનિત, મોનિક, રાજ, સાર્થકના દાદી, નેહાબેન, પ્રાચીબેનના દાદીજી, અગત્સ્ય, કુશ, ક્રિશિવના પરદાદી તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-2-2026ના સવારે 8.30થી 11.30 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.

ત્રગડી (તા. માંડવી) : દીલુભા પાંચુભા જાડેજા (ઉ.વ. 85) તે સ્વ. નીરૂભા, મહિપતસિંહના પિતા, ભરતસિંહ, પ્રવીણસિંહ, વજુભા, પૃથ્વીરાજસિંહ, સ્વ. અનિરુદ્ધસિંહના મોટા ભાઇ, કુલદીપસિંહના દાદા તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-2થી 27-2-2026 સુધી મોમાઇ માતાજી મંદિર ખાતે.

કોટાયા (તા. માંડવી) : માલશ્રીબેન કાકુભાઈ ગઢવી (ઉ.વ. 95) તે ગોપાલ, અરજણભાઈ, ભીમશીભાઈના માતા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી અરજણભાઈ કાકુભાઈના નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 5-3-2026ના ગુરુવારે.

શિરાચા (તા. મુંદરા) : ચૌહાણ ભીખુભા હમીરજી (ઉ.વ. 76) તે સ્વ. ચૌહાણ ભુરૂભા હમીરજી, શિવુભા હમીરજી, મનુભા, સ્વ. કલુભાના ભાઈ, ચૌહાણ કિરીટાસિંહ, રણજિતાસિંહના પિતા, પ્રવીણાસિંહ ભુરૂભા, સ્વ. ભાવાસિંહજી ભુરૂભાના કાકા, વિક્રમાસિંહ શિવુભા, ભરતાસિંહ શિવુભા, મહાવીરાસિંહ મનુભા, શક્તાસિંહ મનુભા, દોલતાસિંહ કલુભાના મોટાબાપુ, દિવ્યરાજાસિંહ, સત્યરાજાસિંહ, જયદીપાસિંહ, ગોપાલાસિંહ, જયપાલાસિંહ, કરણાસિંહ, અનોપાસિંહ, મીતરાજાસિંહ, નરેન્દ્રાસિંહ, ક્રિપાલાસિંહ, દક્ષરાજાસિંહના દાદા, સોઢા રૂપાસિંહ ખેંગારજીના સસરા તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2026ના ગુરુવારે અને ઉત્તરક્રિયા તા. 5-3-2026ના ગુરુવારે.

સુખપર (તા. મુંદરા) : સમેજા ફાતમાબેન હારુન (ઉ.વ. 55) તે ઐયુબ, ઇમરાન, હુશેન, રફીક, મ. અકબર, મ. આદમ, મ. અક્રમના માતા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2026ના બુધવારે સાંજે અસર નમાજ બાદ સુખપર જમાતખાના ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : પ્રતાપસિંહ વેલુભા જાડેજા (ઉ.વ. 57) તે જાડેજા આદિત્યસિંહના પિતા, સ્વ. મનુભા વેલુભા, સ્વ. ભગવાનજી રણમલજી, સ્વ. વાઘુભા રણમલજી, સ્વ. વેલુભા સામતસંગ, મંગલજી ખાનજી, રણછોડજી રણમલજીના ભાઇ, મહેન્દ્રસિંહ વાઘુભા, ઘનશ્યામસિંહ મનુભા, રઘુભા રણછોડજી, પ્રતાપસિંહ ભગવાનજી, હરેશસિંહ મંગલજીના કાકા, ચાવડા જેઠુભા વેશુભા (સુથરી હાલે ભુજ)ના જમાઇ તા. 20-2-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 26-2-2026ના ગુરુવારે નિવાસસ્થાન કાંડાગરા મોટા ખાતે.

ભવાનીપર (તા. અબડાસા) : અગ્રુભા હમીરજી જાડેજા (ઉ.વ. 67) તે ભરતાસિંહ, રાજેન્દ્રાસિંહના પિતા, શંભુભા હમીરજીના નાના ભાઈ, અજિતાસિંહ, જોરુભા, મહિપતાસિંહ, પરેશસિંહ, લગધીરાસિંહના કાકા, શક્તાસિંહ, હરપાલાસિંહ, રવિરાજના દાદા, ગોહિલ પ્રદીપાસિંહ તેજુભા (પીપલા ભાવનગર)ના સસરા તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ભવાનીપર ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : માંજોઠી હાજિયાણી હલીમાબાઈ (ઉ.વ. 70) તે મ. માંજોઠી હાજી જકરિયાના પત્ની, અબ્બાસ, હારૂન, અલીમામદ (મુંદરા)ના માતા, માંજોઠી ઓસમાણ (નાગ્રેચા), માંજોઠી ફકીરમામદ જાકબ, માંજોઠી દાઉદ સુલેમાન (ભુજ)ના સાસુ, માંજોઠી હાજી ઓસમાણ રમજુ, ઈસ્માઈલ રમજુ (ત્રાયા)ના બહેન તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-2-2026ના બુધવારે સાંજે અસર નમાજ બાદ મક્કી મસ્જિદ, સાંધાણ ખાતે.

સુરત/ભુજ : મૂળ રસલિયાના ત્રિવેણીબેન સચદે (ઉ.વ. 89) તે સ્વ. લીલાધર ઉમરશી સચદેના પત્ની, પ્રશાંતભાઇ, સુધીરભાઇ, વિજયાબેન ચંદ્રકાન્ત કોટક, વીણાબેન કિશોરભાઇ સોનાગેલાના માતા, રસીલાબેન, જયાબેનના સાસુ, મીરાબેન, કૃણાલભાઇના દાદીસાસુ, નાનજી હરિરામ ઠક્કર (ઘડાણી)ના પુત્રી, સ્વ. કસ્તૂરબેન ગંગારામ ગણાત્રા, સ્વ. શારદાબેન પુરષોત્તમ માણેક, ગં.સ્વ. વિમળાબેન કરસનદાસ કોઠારી, સ્વ. ગોવિંદભાઇ ઉમરશી સચદેના ભાભી, ગં.સ્વ. ગીતાબેનના જેઠાણી, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. શંકરલાલ, મોતીરામ, વિનોદભાઇ, લીલાવંતીબેન મોહનલાલ પલણ, ગુણવંતીબેન ધરમશીભાઇ તન્ના, મણિબેન લેરીભાઇ સોમૈયા, જયશ્રીબેન વસંતભાઇ કોટકના બહેન, કશ્યપ, પ્રેમ, રીતુબેન કુણાલભાઇ મસરાણીના દાદી, હિતેષ, હાર્દિક, ધવલ, પરીતા નિખિલભાઇ ઠક્કરના નાની તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-2-2026ના બુધવારે સાંજે 4થી 5 મહાવીર ભવન, ઉધના સાઉથ ઝોનની સામે, ઉધના, સુરત ખાતે.

મુંબઇ : મૂળ મુંદરાના સુશીલાબેન ઠક્કર (ઉ.વ. 82) તે સ્વ. ગોદાવરી કલ્યાણજી ઠક્કર (ટોડાઈ) પરિવાર નાંદેડવાલાના પૌત્રવધૂ, સ્વ. કુસુમબેન ત્રિકમજી દાવડાના પુત્રવધૂ, સ્વ. રમેશભાઈ ત્રિકમજી દાવડાના પત્ની, સ્વ. લક્ષ્મીબેન ગોપાલજી ગટ્ટા (કચ્છ કોજાચોરા)ના પુત્રી, સ્નેહન અને દર્શનના માતા, ગં.સ્વ. જયાલક્ષ્મી જયરામભાઈ ગટ્ટાના નણંદ, સ્વ. વસુમતી ઇન્દ્રવદન પોપટના બહેન, મૃદુલા બૃજબિહારી દાવડાના જેઠાણી, સ્વ. નર્મદાબેન સૂર્યકાંત દાવડાના દેરાણી, સ્વ. રતનબેન કુંવરજી ઠક્કર, સ્વ. કમળાબેન છગનલાલ ઠક્કરના ભાભી તા. 22-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા 24-2-2026ના સાંજે 5.30થી 7 ગોપુરમ હોલ, ડો. આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુલુંડ : મૂળ કોઠારા (તા. અબડાસા)ના સચિનભા ભગવાનજી પરમાર (ઉ.વ. 37) તે સ્વ. કાંતિલાલ પરમાર, જગદીશ, કાનજીભાઇ, અમિતના ભત્રીજા, પંકજ, કરણ, રમેશના કાકાઇ ભાઇ તા. 23-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા દાદા પક્ષ પરિવાર તરફથી તા. 26-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 પાળેશ્વર મહાદેવ મંદિર, કોઠારા ખાતે.

Panchang

dd