ગાંધીધામ, તા. 23 : અંજારના
સંઘડ ખાતે અગાઉ દાઝી જનાર યુવાન દંપતી પૈકી જલ્પાબેન કિશન સંકેટિયા (ઉ.વ. 19)એ સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. સંઘડ નજીક
જોગણીનાર પાસે હેતલ સોલ્ટ નામના મીઠાંનાં કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતા પરિવારમાં
ગત તા. 15/2ના સાંજે બનાવ
બન્યો હતો. જલ્પાબેન નામના યુવાન પરિણીતા રસોઇ બનાવી રહ્યા હતા, તેવામાં અકસ્માતે દાઝવા લાગતાં તેનો પતિ કિશન તેને બચાવવા દોડયો હતો,
જેમાં તે પણ દાઝી ગયો હતો. આ બંનેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવારમાં રહેલ પરિણીતાએ છેલ્લા
શ્વાસ લેતાં તેમનું દાંપત્ય જીવન ખંડિત થયું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે.