દયાપર (તા. લખપત), તા. 23 : તાલુકાના મેઘપર તલાટી દ્વારા નરા પોલીસ સ્ટેશનમાં પવનચક્કીની
લાખો રૂપિયાની ઉચાપત બાબતે તા. 25-5-24ના
ફરિયાદ થઇ હતી તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ પણ કરાઇ હતી આ બાબતે યોગ્ય તપાસ ન થતાં
ફરિયાદીઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ફરિયાદી દ્વારા રૂા. 2,42,28058 (બે કરોડ બેતાલીસ લાખ અઠયાવીસ હજાર એકાવન)ની તપાસ કરનાર
અધિકારી પાસેથી રીકવર કરવામાં આવી નથી વારંવાર આ લાભો એલ.સી.બી., જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાયાં પછી પણ પરિણામ આવ્યું નથી આરોપીઓએ ગ્રામ પંચાયતનાં
નામે એકાઉન્ટ ખોલી વિવિધ મોટી કંપનીઓ દ્વારા કપટ પૂર્વક ગ્રાન્ટની રકમ પોતાના અંગત
વપરાશ માટે લીધેલ છે. ગ્રા.પં. કે સમિતિને રકમ જમા થયેથી આરોપીઓના નામ સહિત મૂળ ફરિયાદીએ
ગુજરાતુ હાઇકોર્ટમાં સ્પે. ક્રિમીનલ એપ્લીકેશન (ડાયરેકશન) દાખલ કરેલ હાઇકોર્ટએ વિશેષ
તપાસની રીટ પીટીશન દાખલ કરીને જિલ્લા પોલીસ વડા તથા નરા પોલીસ સ્ટેશનને પણ નોટિસ ઇશ્યુ
કરી હોવાનું વકીલ સંતોષસિંહ રાઠોડએ જણાવ્યું હતું.