ગાંધીધામ, તા. 23 : ગાંધીધામમાં ખાનગી કંપનીના ગોદામમાંથી
લાખો રૂપીયાની કેબલની ચોરી થઈ હોવાનો બનવા પોલીસ ચોપડે નોંધાયો છે તેમજ સંચાર નિગમના
પણ ત્રણ દાયકા જુના કેબલને પણ તસ્કરો તફડાવી ગયા હતાં. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી
મળતી વિગતો મુજબ કંડલા સેઝ પાસે ગોકુલ ઓવરસીઝના ગોદામમાં ચોરીનો બનવા ગત ઓગષ્ટ મહીનમાથી
સપ્ટેમ્બર મહીનામાં કોઈ પણ સમયે બન્યો હતો. પ્રાઝ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગોદામ ભાડે રાખીને
કેબલનો સ્ટોક રાખ્યો હતો. કંપની દ્વારા ગોદામમા રાખેલા કેબલનો સ્ટોક તપાસતા 8,566 ફુટ કેબલ જણાયો ન હતો.ફ અને સ્ટોક રજીસ્ટર મુજબ તેનો
ઉપયોગ પણ થયો ન હોવાનું જણાયું હતું. ગોદામનું શટર ઉંચુ કરીને ચોરી જવાયો હોવાનું ખુલ્યું
હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામમાં સંચાર નિગમના કેબલ ચોરીનો
બનાવ ગત તા. 10 થી આજદિન સુધી કોઈ પણ દિવસે બન્યો
હતો. બીએસએનએલ દ્વારા ભારત નગરમાં નખાંખવાનમાં આવેલો 50 મીટર કેબલ અને પુરોહીત હોટેલથી ઓનેસ્ટ હોટેલ સુધી નાખેલો
10 મીટર કેબલ ચોરી જવાયો હતો. ચોરાઉ કેબલની કીમત રૂ. 80 હજાર આંકવામાં આવી છે.