• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

60 દેશ માટે મૈત્રી જૂથો... થરૂર, ઔવેસી સામેલ

નવી દિલ્હી, તા. 23 : દુનિયાના 60થી વધારે દેશ સાથે ભારતના સંસદીય સંબંધને વધારે મજબૂત કરવાના હેતુથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય મૈત્રી સમૂહોનું ગઠન કરતા કૂટનીતિ સાથે મજબૂત રાજનીતિક કદમ ઉઠાવ્યું છે. જે રીતે મૈત્રી સમૂહમાં શશિ થરુર, અસદુદ્દીન ઓવૈસી સહિતના વિભિન્ન દળના વરિષ્ઠ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે, તે પક્ષની મતભિન્નતાથી ઉપર એક એવા સેતુની ભૂમિકા ભજવી શકે છે જે વિશ્વમાં સશક્ત ભારતીય લોકતંત્રની સાથે ભારતની એકજૂથતાનો સંદેશ પણ આપી શકે છે. લોકસભા અધ્યક્ષે જે દેશો સાથે મૈત્રી સમુહ બનાવ્યા છે તેમાં અમેરિકા, બ્રિટન, રશિયા, યુરોપીય યુનિયન, શ્રીલંકા, જર્મની, ન્યુઝિલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભૂતાન, સાઉદી અરબ, ઈઝરાયલ, માલદીવ, દક્ષિણ કોરિયા, નેપાળ, ફ્રાન્સ, જાપાન, ઈટાલી, ઓમાન, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, સિંગાપુર, બ્રાઝીલ, વિયતનામ, મેક્સિકો, ઈરાન અને યુએઈ સહિત 60 દેશ સામેલ છે. આ માટે મૈત્રી સમુહના ગઠનમાં સત્તા પક્ષ અને વિપક્ષની ભાગીદારી રહેશે. સમુહોના વરિષ્ઠ નેતાઓમાં રવિ શંકર પ્રસાદ, પી. ચિદમ્બરમ, અખિલેશ યાદવ, પ્રો. રામગોપાલ યાદવ, અનુરાગ ઠાકુર, શશિ થરુર, અભિષેક બેનરજી, અસદુદ્દીન ઓવૈસી, કેસી વેણુગોપાલ, ડો. એમ થંબીદુરઈ, ગૌરવ ગોગોઈ, કનિમોઝી કરુણાનિધિ, ડેરેક ઓબ્રાયન, સુપ્રિયા સુલે, સંજય સિંહ, બૈજયંત પાંડા, ડો. નિશિકાંત દુબે, હેમા માલિની, બિપ્લબ કુમાર દેબ, સુધાંશુ ત્રિવેદી, જગદંબિકા પાલ, શ્રીકાંત એકનાથ શિંદ અને પ્રફુલ્લ પટેલ વગેરે સામેલ છે. બતાવવામાં આવ્યું છે કે આ પહેલનો મુખ્ય હેતુ સાંસદોને પોતાના વિદેશી સમકક્ષો સાથે સીધી વાત કરવાની તક આપે છે. તેઓ પોતાના અનુભવ શેર કરશે અને એકબીજા પાસેથી કંઈક શીખી શકશે. નિયમિત સંપર્કથી પરસ્પરનો વિશ્વાસ વધારશે. આ પ્રક્રિયાથી દ્વિપક્ષીય સંબંધોને મજબૂતી મળશે અને પરસ્પરની સમજ વધારે સારી બનશે.

Panchang

dd