નવી દિલ્હી, તા. 23 : હાઇવે
ઓથોરિટી ગઇંઅઈં પહેલી એપ્રિલથી હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ ચુકવણીની પ્રથા સંપૂર્ણ
બંધ કરવાની વિચારણા કરી કરી રહી છે. તેનાથી વાહન ચાલકોએ ટોલ ચુકવણી માટે ફક્ત Aિાજઝ
અથવા ઞઙઈં જેવા ડિજીટલ માધ્યમોનો ઉપયોગ
કરવો પડશે અને ટોલ પ્લાઝા સંપૂર્ણપણે કેશલેસ બને તેવી શક્યતા છે. નેશનલ હાઇવે
ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં )એ જણાવ્યું હતું કે આના અમલ પછી નેશનલ હાઇવે ફી
પ્લાઝા પરની તમામ ટોલ ચુકવણી ફક્ત ડિજિટલ માધ્યમથી થશે. ટોલની ચુકવણી માટે Aિાજઝ અથવા યુનિફાઇડ પેમેન્ટ્સ
ઇન્ટરફેસ (ઞઙઈં )નો ઉપયોગ કરવો પડશે. આ સૂચિત પગલાનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ
કલેક્શન સિસ્ટમથી થયેલા લાભને વધુ મજબૂત કરવાનો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી
પ્લાઝાની કામગીરીને કાર્યક્ષમ અને વિશ્વસનીય બનાવવાનો છે. આ પગલાંથી નેશનલ હાઇવેના
વપરાશકર્તા માટે અવજવરની સરળતા વધારવામાં મદદ મળશે. ફી પ્લાઝા પર ભીડ ઓછી થશે અને
ટોલ ટ્રાનઝેક્શનમાં વધુ સુસંગતતા અને પારદર્શકતા આવશે. છેલ્લાં કેટલાંક વર્ષેમાં Aિાજઝફલ
ના 98 ટકાથી વધુ ઉપયોગથી દેશની ટોલ કલેક્શન સિસ્ટમમાં નોંધપાત્ર
પરિવર્તન આવ્યું છે. હાલમાં મોટાભાગના ટોલ ટ્રાન્ઝેક્શન વાહનો પર લગાવવામાં આવેલા
છBિઍંઉ
આધારિત Aિાજઝફલ દ્વારા થાય
છે. તેનાથી તમામ ટોલ પ્લાઝામાં સીમલેસ અને ટોલ પ્લાઝા પર સીમલેસ અને કોન્ટેક્ટલેસ
અવરજવર સરળ બની છે. આ ઉપરાંત નેશનલ હાઇવે ટોલ પ્લાઝા પર યુપીઆઇ પેમેન્ટ સુવિધાનો અમલ
કરાયો છે. તેનાથી દેશભરમાં નેશનલ હાઇવેના મુસાફરો માટે ઇન્સ્ટન્ટ અને સરળ ડિજીટલ
પેમેન્ટ વિકલ્પ મળ્યો છે. હાલના નેશનલ હાઇવે ફી નિયમો અનુસાર માન્ય અને
કાર્યરત Aિાજઝફલ વગર ટોલ પ્લાઝામાં
પ્રવેશતા વાહનો પાસેથી જો રોકડમમાં ચુકવામાં કરવામાં આવે તો બમણો ચાર્જ લેવામાં
આવે છે.