ભુજ : મૂળ ફરાદી (તા. માંડવી)ના રાજગોર ભીમજી રામજી પેથાણી
(ઉ.વ. 76) તે રામજી ખેરાજના પુત્ર, જવેરબેનના પતિ, રમેશ,
મધુબેન, ઇન્દિરાબેન, દક્ષાબેન,
રીટાબેનના પિતા, સ્વ. મીઠાબાઇ વેલજી પ્રેમજી મોતા
(બાગ)ના જમાઇ, મનસુખલાલ (મનુ મારાજ) વેલજી મોતા (ભુજ),
વીરબાઇ ગુણવંતરાય (મેરાઉ), કસ્તૂરબેન ભવાનજી (મેરાઉ),
શામુબેન નરોત્તમ (ભુજ), ભાનુબેન વેલજી (ટુંડા),
જયંતી, રમેશ, નરેન્દ્ર,
સુરેશ, કમલેશ (માંડવી), સ્વ.
કાંતિલાલ, શંભુલાલ, પ્રફુલ્લ, સતીષ, નારાણના બનેવી, વર્ષાબેન
મનસુખલાલના નણદોયા, વિશાલ, અપેક્ષાબેન હર્ષદભાઇ
આશારિયા (ભુજ), વેદિકાબેનના ફુવા, શંકરજી,
ગોપાલજી, ખીમજી (બાગ)ના ભાઇના જમાઇ તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સાસરા
પક્ષની પ્રાર્થનાસભા તા. 18-2-2026ના
બુધવારે બપોરે 3થી 4 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોટી રાયણ (તા. માંડવી)ના સારસ્વત બ્રાહ્મણ જોશી પ્રવીણભાઈ
ત્રંબકલાલ (છાંગાણી) (ઉં.વ. 70) તે સ્વ. ચંદ્રભાગાબેન
ત્રંબકલાલ (માસ્તર)જોશીના પુત્ર, સ્વ.
જ્યોત્સનાબેન, દિવ્યાબેનના પતિ, દિવ્ય,
શિવાંગ, અર્જુન, અંકિતના
પિતા, સ્વ. નીલમબેન મહેન્દ્રભાઈ (માંડવી), સ્વ. લહેરીભાઇ (મુલુંડ), ચંદાબેન ગિરીશભાઈ ઢાંકી (માંડવી),
જ્યોત્સનાબેન કિશોરભાઈ (ગાંધીધામ), અશોકભાઈ છાંગાણી
(પ્રમુખ-ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન), સ્વ. કેતન, શૈલેશ, પરેશ, સ્વ. ખુશાલના ભાઈ,
ગં. સ્વ. લતાબેન લહેરીકાંત (મુંબઈ)નાં દિયર, હર્ષિદાનાં
જેઠ, હેમા, નિકિતાના સસરા, દીપા, નીતા, કોમલના કાકાજી સસરા,
હાસ્ય, પ્રશાંત (મુંબઈ), કવિતા પરેશ જોશી (અંજાર)ના કાકા, સ્મિત (આશાપુરા ઓટો,
ભુજ)ના મોટાબાપા, ભાવેશ, કમલેશ, ધર્મેશ (માંડવી), ચેતના
રાજેશભાઈ બોડા (ખંભાળિયા), અમિત, જુગલ,
ડિમ્પલ જીતેન જોશી (ગાંધીધામ)ના મામા, સ્વ. વેલજી
ધારશી ફંગડા (ભુજ), સ્વ. શંભુભાઈ જેઠા (મુંબઈ)ના જમાઈ,
સ્વ. વિશાખા, સ્વ. નીતિન, સ્વ. મહેશ, સ્વ. મુકેશ, કમલેશ,
પ્રકાશ, મીરા (રાજકોટ)ના બનેવી, ટ્વીશા, કલ્પ, ધ્વનિલ, રીધેશ, રેયાન્સ, વેદિકા,
પરિધિના દાદા તા.16-2-2026ના અવસાન પામ્યા છે. બંનેપક્ષની પ્રાર્થના સભા તા. 18-2-2026, બુધવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશીનગર, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.
ભુજ : મૂળ સમલાના રાજકુંવરબા અજિતસિંહ રાણા તે સ્વ. અજિતસિંહ
બાલુભા રાણાના પત્ની, સ્વ. દિલવારસિંહ
બાલુભા રાણાના ભાભી, સ્વ. કેપ્ટન ગોડજી રાયસંગજી જાડેજા (દુજાપર
હાલે ભુજ)ના પુત્રી, સ્વ. અજિતસિંહ ગોડજી જાડેજા (દુજાપર હાલે
ભુજ), સ્વ. વિલાસબા પ્રવીણસિંહ રાણા (ભલગામડા)ના મોટા બહેન,
મહેન્દ્રસિંહ અજિતસિંહ રાણા (સુરેન્દ્રનગર), પ્રકાશસિંહ
અજિતસિંહ રાણા (ભુજ), સ્વ. બલભદ્રસિંહ અજિતસિંહ રાણાના માતા,
ભગીરથસિંહ, ભૂપેન્દ્રસિંહ દિલવારસિંહ રાણા (સુરેન્દ્રનગર)ના
ભાભુમા, હકુમતસિંહ ગજુભા જાડેજા (માનકૂવા), વિક્રમસિંહ માધુભા જાડેજા (ખેડોઈ), હિમ્મતસિંહ જટુભા
જાડેજા (દરશડી), પ્રવીણસિંહ રૂપસંગજી વાઢેર (રોહા)ના સાસુ,
ધર્મરાજસિંહ, જયરાજસિંહ, દુષ્યંતસિંહ, હરદેવસિંહ, પ્રતિક્ષાબા,
દેવાંશીબાના દાદી તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ તથા બહેનો બંનેની) તા.
19-2-2026ના ગુરુવારે બપોરે 3.30થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ પાસે, ભુજ
ખાતે. (પિયર પક્ષની પણ પ્રાર્થનાસભા સાથે રાખેલી છે.)
ભુજ : કિરન વિનોદભાઇ સથવારા (ઉ.વ. 26), રોહિત જાદવજી સથવારા (ઉ.વ.
23) તે બાબુભાઇ, હમતુભાઇ, ભાણજીભાઇ,
મીઠુભાઇ, પ્રતાપભાઇના ભત્રીજા, મંજુબેન વિનોદભાઇના પુત્ર, ચંપાબેન જાદવજીના પુત્ર,
શિવજીભાઇ છગનભાઇ સથવારાના પૌત્રો તા. 12-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થયેલ છે.
અંજાર : મૂળ ધમડકાના પરજિયા રાજગોર બ્રહ્મસમાજ ભારતીબેન મોહનભાઇ
પંડયા (ઉ.વ. 66) તે મોહનભાઇ દયારામભાઇના પત્ની, સ્વ. મીઠીબેન તથા સ્વ. દયારામભાઇના પુત્રવધૂ,
સ્વ. મણિબેન તથા સ્વ. લક્ષ્મીશંકર રાજગોર (કુંદરોડી)ના પુત્રી,
સ્વ. લાલજીભાઇ તથા શાંતિબેન વાલજીભાઇ ગામોટ (ઉમેદપર)ના ભાભી,
પૂજાબેન જિતેનભાઇ રાજગોર (ભોરારા)ના માતા, હરિલાલ
રાજગોર (કુંદરોડી)ના બહેન, નર્મદાબેન હરિલાલના નણંદ, ખુશી તથા ખ્યાતિના નાની તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 19-2-2026ના ગુરુવારે નિવાસસ્થાને પ્રભુકૃપા
નર્સરી પાછળ, ક્રિષ્ના પેટ્રોલપંપ પાસે,
અંજાર બાયપાસ રિંગ રોડ ખાતે.
અંજાર : કુંવરબેન (ઉર્ફે ચોથીબેન) હરજીભાઇ મંગલ ડોરૂ (ઉ.વ. 74) તે હરજીભાઇ મંગલ ડોરૂના પત્ની, પ્રેમજી, ખીમજી,
મૂરજી, લાલજી, ક્રિશ્નાબેન
હરશી બારા (ભુજપુર)ના માતા, કરમણ મંગલ ડોરૂના નાના ભાઈના પત્ની,
રાયશી મંગલ ડોરૂના ભાભી, સ્વ. ખેતબાઈ, ખીમઈબાઈ, જયાબેન, ગીતાબેનના સાસુ,
રાહુલ, કેતન, નીતિન,
ગીતા, ઉર્મિલા, પાયલ,
છાંયા, કિરણના દાદી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 22-2-2026ના રવિવારે આગરી, તા. 23-2-2026ના સોમવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મતિયાનગર, વોર્ડ નં. 1, ગરબી ચોક, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ માંડવીના બ્રહ્મક્ષત્રિય નરોત્તમભાઇ
પુરસોત્તમ ગોરાતેલા (મસ્કત ફાર્મસી) (ઉ.વ. 71) તે દક્ષાબેનના પતિ, ડાહ્યીબેન પરસોત્તમ ગોરાતેલાના પુત્ર, સ્વ. રમેશભાઇ મોરારજી
વીંછી (કોલકાતા)ના જમાઇ, જેની એન્ટો થોમસ (ચેન્નાઇ), સ્વ. દીપેનના પિતા, ચેતનાબેન જિતેશ મામતોરા, ભાવેશ રમેશ વીંછી (કોલકાતા)ના બનેવી, રોયલના નાના,
સ્વ. ગોદાવરીબેન, સ્વ. ચતુરાબેન, સ્વ. રુક્ષ્મણીબેન, ગં.સ્વ. હેમકુંવરબેન, ગં.સ્વ. જયાબેન, વિજયાબેનના ભાઇ તા. 16-2-2026ના ચેન્નાઇ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 18-2-2026ના
બુધવારે સાંજે 4થી 5 નારાયણ વાડી, યક્ષ મંદિર, કચ્છમિત્ર સર્કલ પાસે.
સુખપર (તા. ભુજ) : મૂળ ગોધરા (તા. માંડવી)ના વસંતબેન તે ગંગારામ
સુંદરજી વેદાંતના પત્ની, શૈલેષભાઈ,
ખુશાલી ભરત શાંતિલાલ પંડયાના માતા, સ્વ. કસ્તૂરબેન
લધુભાઈ કુંવરજી વેદાંતના પુત્રી, સ્વ. અમૃતબેન વેદાંત,
સ્વ. ભાનુબેન કનૈયાલાલ પંડયા, સ્વ. પુષ્પાબેન ગોકલદાસ
વેદાંતના ભાભી, ડાયાલાલ સુંદરજી વેદાંતના નાના ભાઈના પત્ની અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-2-2026ના ગુરુવારે સાંજ 4થી 5 નિવાસસ્થાને
ઘનશ્યામ નગર, દાંતના દવાખાનાવાળી શેરી,
સુખપર ખાતે.
ડોણ (તા. માંડવી) : કુંભાર અદ્રેમાન આધમ (ઉ.વ. 60) તે મ. હુશેનના ભાઈ, ગની, રઝાક, સદામના પિતા, મ. જુસબ ભચુ (દેશલપર), મ. જુસબ સિધીક (બાયઠ)ના સાળા, રફિક, અનવર અને સતારના કાકા તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-2-2026ના ગુરુવારે સાંજે અસર નમાજ
બાદ મસ્જિદ એ મુસ્તફા, ડોણ ખાતે.
બાગ (તા. માંડવી) : કાંતિલાલ મુરજી મોતા (ઉ.વ. 65) તે સ્વ. લક્ષ્મીબેન મુરજી પરસોત્તમના
પુત્ર, હસ્તાબેનના પતિ, દીપિકા,
રિમ્પલ, દિક્ષિતા, પિન્ટુના
પિતા, વિશાલ કિશોરભાઈ મકાણી, ભાવેશ ગૌરીશંકર
નાકરના સસરા, અરાવિંદભાઈ, શાંતિભાઈ,
હિંમતભાઈ, વિજયાબેન, અરૂણાબેનના
ભાઈ, કમળાબેન, સાવિત્રીબેનના દિયર,
ભાવનાબેનના જેઠ, સ્વ. કાંતિલાલ મણિશંકર તથા સ્વ.
વેલજીભાઈ દયારામના સાળા, ગં.સ્વ. વિમળાબેન બાબુલાલ મોતા,
સ્વ. રતિલાલ, સ્વ. મોંગીબેન નાનજી માકાણીના ભત્રીજા,
મનોજ, દિલીપ, જિજ્ઞેશ,
સ્વ. હર્ષલ, અક્ષય, નયના
ભાવેશ મકાણી, વનિતા નિલેશ કેશવાણી, પૂનમ
મિથુન નાકર, નિશા હરેશ પેથાણીના કાકા, કેતનાબેન,
અંકિતાબેન, નીતાબેન, પ્રિયંકાબેનના
કાકાઈ સસરા, સ્વ. ભાણજી હરિરામ નાગુ, સ્વ.
દેવકાબાઈ, સ્વ. મણિબાઈ, સ્વ. પુરબાઈ,
સ્વ. હાસબાઈના ભાણેજ, સ્વ. રૂક્ષ્મણીબાઈ દામજી
સુંદરજી પેથાણી (ફરાદી)ના જમાઈ, સ્વ. શાંતિલાલ, સ્વ. જેન્તીલાલ, રાજેશભાઈ, પુષ્પાબેન,
મણિબેન, ભાવનાબેનના બનેવી, ભરતભાઈ, અરાવિંદભાઈ, નારણભાઈના
સાઢુ ભાઈ, સ્વ. કમળાબેન, દિવ્યાબેન,
રીનાબેનના નણદોયા તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-2-2026ના ગુરુવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
મંગરા (તા. મુંદરા) : મૂળ મોડકૂબાના ગોસ્વામી શંભુગિરિ કાનગિરિ
(ઉ.વ. 62) તે બાઇયાબાઇ કાનગિરિ ગોસ્વામીના
પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, સ્વ.
અરવિંદગિરિ, સ્વ. રમેશગિરિ, સ્વ. મણિબેન,
સ્વ. કેસરબેન, ગોમતીબેન, રસીલાબેનના ભાઇ, કમલેશગિરિ, નરેન્દ્રગિરિ,
રેખાબેનના પિતા, વિમલ, ઓમકાર,
ગૌતમ, ધર્મિષ્ઠા, હેતલ,
પ્રિયા, બિંજલના મોટાબાપા, સ્મિતાબેન, શીતલબેન, આરતીબેન,
હરેશભારતીના સસરા, અક્ષયપુરી અને મિતગિરિના મોટા
સસરા, હર્ષિત, શ્રેયાના દાદા, હેન્સીના નાના, પધમગિરિ વિશ્રામગિરિ, પધમગિરિ મોહનગિરિ, પવનગિરિ શ્યામગિરિના કાકાઇ ભાઇ,
હરખાબેન મોતીવન (બૌઆ)ના જમાઇ, મહેશવન, વિજયવન, ખુશાલવનના બનેવી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું
બેસણું તા. 19-2-2026ના બપોરે 3થી 4 નિવાસસ્થાન મંગરા ખાતે.
નાની ગંગોણ (તા. નખત્રાણા) : નારૂભા માણસંગજી જાડેજા (ઉ.વ. 103) તે સ્વ. માણસંગજી સુમરાજીના
પુત્ર, સ્વ. મુરૂભા, સ્વ. બનુભા,
સ્વ. વેલુભા, પ્રાગજી, સ્વ.
મંગલસિંહ, માધુભા, કેશુભા, ભારૂભા, રવુભાના મોટા ભાઇ, રામસંગજી,
ભગુભાના પિતા, ઇન્દ્રસિંહ, યુવરાજસિંહ, રઘુવીરસિંહના દાદા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને.
ચંદ્રનગર (તા. નખત્રાણા) : સોઢા મુલાજી નાથુસિંહ (ઉ.વ. 88) તે હેમરાજજી નાથુસિંહ, ખેતાજી, લાલજી,
જેતમાલજી, રામસિંહ, વાઘજી,
જામસિંહ, સ્વરૂપસિંહના મોટા ભાઇ, પ્રતાપસિંહ, નેતસિંહ, ખુમાનસિંહના
પિતા, ઇશ્વરસિંહ, છત્રપાલસિંહ, હરપાલસિંહના મોટાબાપુ, મયુરસિંહ, દિવ્યરાજસિંહ, રવિરાજસિંહ, યુવરાજસિંહના
દાદા, જાડેજા ભરતસિંહ પ્રભાતસિંહ (નાની ખાખર)ના સસરા તા. 15-2-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
(બારસ) તા. 26-2-2026ના નિવાસસ્થાન ચંદ્રનગર ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : ઠક્કર મોહનલાલ (ઉ.વ. 82) તે સ્વ. સાકરબેન મંગલદાસ કલ્યાણજી
કોઠારીના પુત્ર, સ્વ. અનસૂયાબેનના પતિ,
સ્વ. મોતીલાલ (નાગપુર), મધુકાન્ત (રાયપુર),
ગં.સ્વ. શાંતાબેન બેચરદાસ ઉકેડા (કોઠારા), સ્વ.
સુશીલાબેન રમેશચંદ્ર રાયમંગ્યા (મુંબઇ), સીતાબેન હરીશભાઇ રાયચેન્ના
(મુંબઇ)ના ભાઇ, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. બાબુભાઇ,
સ્વ. મણિબેન જમનાદાસ સચદે (રસલિયા)ના ભત્રીજા, જયેશકુમાર, સ્વ. કોમલબેન વિપુલભાઇ પલણ (નખત્રાણા),
રૂપલબેન કામેશભાઇ ગણાત્રા (કોલકાતા)ના પિતા, રશ્મિબેનના
સસરા, અંકિત, નૈનીલના દાદા, ફોરમબેનના દાદાસસરા, અક્ષ, ધ્રુવી,
નિહારના નાના, સ્વ. ઠા. લધારામ ફકીર નરમ (મુરૂ)ના
દોહિત્ર, સ્વ. જમનાબેન જેઠાલાલ રામજી ચોથાણી (પત્રી)ના જમાઇ,
જેન્તીલાલ, મૂળરાજ, ચંદ્રકાન્ત,
સ્વ. ઉર્મિલાબેન લવજી માનસતા (આદિપુર), દમયંતીબેન
નીતિનભાઇ રઘુવંશી (ભુજ), ભાવનાબેન છગનલાલ બારૂ (આદિપુર),
પુષ્પાબેન પ્રતાપભાઇ બારૂ (માધાપર), ચંદ્રિકાબેન
ભાવેશભાઇ કેશરિયા (આદિપુર)ના બનેવી તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 દરિયાલાલ લોહાણા મહાજનવાડી,
વથાણ ચોક, મોટી વિરાણી ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : બુધીલાલ મૂરજી કુંવટ (ઉ.વ. 69) તે નાનબાઇના પતિ, ઉમેશ, સ્વ. રવજી,
ડાહીબેન ગોવિંદ બુચિયા (ખોંભડી), ગૌરીબેન બાબુલાલ
મણોઢિયા (ભુજોડી)ના પિતા, સ્વ. કાનજી મૂરજી કુંવટ, સ્વ. ખેતાલાલ મૂરજી કુંવટ, સ્વ. નાનજી મૂરજી કુંવટ,
સ્વ. ગાંગબાઇ (મથલ), સ્વ. પરમાબાઇ (દેવીસર),
ધનબાઇ (કોટડા-જ.), સ્વ. મુરીબાઇ (વિરાણી),
સ્વ. નાનબાઇ (માનકૂવા), દેવાબાઇ (રસલિયા)ના ભાઇ,
પરબત, બાબુભાઇ, શંકરભાઇ,
દિનેશભાઇ, મોહનભાઇ, દિનેશભાઇ,
ચંદુલાલ, થાવર, મગન,
રવજીના કાકા, નવીન, ધનજી,
નરસિંહ, શંકર, હિમેશ,
મહેશ, તુલસી, ભવ્ય,
ભાવિન, શામજી, નીલેશ,
સુમન, પૂજા, વંદના,
ગીતા, હંસાના દાદા, ખેતાભાઇ
તેજાભાઇ સીજુ (મિરજાપર)ના બનેવી તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. તા. 21-2-2026ના શનિવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 22-2-2026ના રવિવારે સવારે ટોડિયા ખાતે.
પાનધ્રો (તા. લખપત) : ભદ્રુ કાનજી ધનજી (ઉ.વ. 31) તે ધનજી સુમાર તથા ગંગાબેનના
પુત્ર, શિવજી સુમાર ભદ્રુ (મોટી વિરાણી), હીરજી સુમાર (પાનધ્રો), મુલબાઇ વાલજી (મોટી વિરાણી)ના
ભત્રીજા, સ્વ. જિતેશ, સ્વ. હંસરાજ,
નારાણ, કાંતિ, વિજય,
નાથીબાઇ કેસા પરગડુ (કોઠારા), હિરજી ગોવા બાંભણિયા
(રામપર-સરવા)ના ભાણેજ, દક્ષા, પ્રિયા,
ધર્મિષ્ઠા, પલ્લવીના કાકા તા. 16-2-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
18-2-2026ના, ઘડાઢોળ તા. 19-2-2026ના નિવાસસ્થાન પાનધ્રો ખાતે.