• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ભારત સામે સૌથી વધુ સિક્સનો મિલરનો વિક્રમ

અમદાવાદ, તા. 23 : ભારત સામેની સુપર-8 રાઉન્ડની મેચમાં દ. આફ્રિકાને 76 રને મોટી જીત મળી હતી. આ મેચમાં આફ્રિકાના સૌથી અનુભવી બેટર ડેવિડ મિલરે કઠિન પરિસ્થિતિમાં ભારતીય બોલર્સ સામે વળતો હુમલો કરીને 3પ દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી 63 રનની નિર્ણાયક ઇનિંગ્સ રમી હતી. એ માટે તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. આ ઇનિંગ દરમિયાન મિલર ટી-20માં ભારત સામે સૌથી વધુ છગ્ગા ફટકારનારો બેટર બની ગયો હતો. તે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલથી આગળ થયો છે. મેક્સવેલનાં નામે ભારત સામેની ટી-20 મેચની 22 ઇનિંગમાં 38 છગ્ગા છે. મિલરનાં નામે હવે 26 ઇનિંગમાં 39 છગ્ગા થયા છે.

Panchang

dd