પટણા, તા. 23 : ભારતીય
ક્રિકેટની નવી સનસની ગણાતા 14 વર્ષીય વન્ડર બોય વૈભવ
સૂર્યવંશીનું આજે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના હસ્તે સન્માન થયું હતું.
વૈભવને ઇનામના રૂપમાં સીએમ નીતિશકુમારે પ0 લાખનો ચેક આપ્યો હતો. વૈભવ
સૂર્યવંશી બિહારના સમસ્તીપુર જિલ્લામાં રહે છે. વૈભવ સૂર્યવંશીએ અન્ડર-19 વર્લ્ડ
કપના ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 80 દડામાં 17પ રનની
રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી. તેનાં યોગદાનથી ભારતીય જૂનિયર ટીમ વર્લ્ડ ચેમ્પિયન
બની હતી. વૈભવ સૂર્યવંશીને તેના હોમ ટાઉન દાનાપુરમાં એક અલગ કાર્યક્રમમાં ટાટા
મોટર્સની એક કાર ભેટ કરાઈ હતી. વૈભવે જણાવ્યું કે આ ફક્ત ભેટ નથી, પણ ભવિષ્યમાં ઉમદા દેખાવ
કરવાની પ્રેરણા છે. તેણે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને કોચને આપ્યો હતો.