• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

દિલ્હી વિધાનસભા, લાલ કિલ્લાને ઉડાવી દેવાની ધમકી

નવી દિલ્હી, તા. 23 : દિલ્હી વિધાનસભા ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઇ છે. ખાલિસ્તાની જૂથે સોમવારે આ ધમકીભર્યો મેઇલ મોકલ્યો હતો. રાજધાનીમાં ચોમેર માર્ગો પર તૈનાત પોલીસ જવાનોની તપાસ ઝુંબેશ જોઇને લોકોમાં પણ ભય ફેલાયો હતો. બોમ્બ નિરોધક ટીમ તેમજ ડોગસ્કવોડ સાથે પહોંચેલા જવાનોએ વિધાનસભા ભવન પરિસરની તલાશી લીધી હતી.  સદભ્ગ્યે કોઇ સંદિગ્ધ વસ્તુ તરત મળી નહોતી. બીજી તરફ, લાલ કિલ્લાની સુરક્ષા પણ વધારી દેવાઇ હતી. અધિકારીઓએ ધરપત આપી હતી કે, સૂરક્ષા તંત્ર સક્રિય, સતર્ક છે. એટલે કોઇએ ડરવાની જરૂર નથી.

Panchang

dd