ભુજ : મૂળ કાઠડાના ડો. રામ કરસનભાઇ ગઢવી (ઉ.વ. 51) તે પબુભાઇ, ભીમશીભાઇ, દેવરાજભાઇના
ભાઇ તા. 21-2-2026ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા આવતીકાલે તા. 22-2-2026ના સવારે 9.30 કલાકે નિવાસસ્થાન
1, સત્યમ સોસાયટી, કવિનગર પાસે, મંગલમ્ ચાર
રસ્તા પાસેથી ખારીનદી મોક્ષધામ જશે.
ભુજ : કુરેશી સુગરા આમદ (ઉ. વ. 63) તે કુરેશી આમદ નૂરમામદના પત્ની, રુસ્તમ, મુસ્તાક,
રજાકના માતા, પઠાણ આમદ ખાનના બહેન, ફારૂક હાડાના સાસુ, ઓસમાણભાઈ, હાજીભાઈ,
ગફુરભાઈના ભાભી તા. 21-02-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 23-02-2026ના
સોમવારે અસર નમાજ બાદ, સીદી સમાજવાડી,
ભુજ ખાતે.
ભુજ : કલાવંતીબેન (ટીલુબેન) મધુસૂદન શુક્લા (ઉ.વ. 72) તે ડો. મધુસૂદન શુકલા (ગોંડલ
હાલે ભુજ)ના પત્ની, દીપ્તિબેન
જયપ્રકાશ વ્યાસ (મુંદરા), હેતલબેન ઉમેશચંદ્ર જોષી (મંઉ),
જાહન્વીબેન ઉમંગકુમાર ભટ્ટ (ભુજ)ના માતા, ગં.સ્વ.
ઇન્દુબેન મહેશભાઇ શુકલ, શ્રુતિબેન કિશોરભાઇ શુક્લ, અશ્વિનભાઇ, દર્શનાબેન શૈલેષભાઇ શુક્લ, હર્ષિદાબેન લક્ષ્મીકાંત દવેના
ભાભી, ઉદયભાઇ, દક્ષેશભાઇ, નિશાંતભાઇ, ઋષિભાઇના ભાભુ, ક્ષિતિજ,
ઓમ, યશ, અદિતિ, ગ્રંથના નાની, મુકુંદરાય, લલિતભાઇ,
ભરતભાઇ, ચંદ્રિકાબેન, અરુણાબેન,
પ્રફુલ્લાબેનના બહેન, દેવ્યાનીબેન રજનીભાઇ વ્યાસ
(લાખા બાવળ), વીરબાળાબેન શંભુલાલ જોષી (મોડકુબા), જયશ્રીબેન શૈલેષભાઇ ભટ્ટ (ભુજ)ના વેવાણ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-2-2026ના
સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર (વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં) ભુજ ખાતે.
અંજાર : દાઉદ યાકુબ લોઢિયા (ઉ.વ. 68) તે ઇમરાન, મ. અર્સદ, એજાજના પિતા,
સોહેલ (માંડવી)ના સસરા, મ. સુલેમાન ઉમર (સુખપર)ના
જમાઇ, મ. રમજુ, હુસેન, મ. અનવર, મ. અકબરના ભાઇ, મ. ઓસમાણ
(માંડવી), મ. રમજુ (માંડવી)ના સાળા, રજાક,
અભુ, મામદ, અબ્દુલ,
ઓસમાણ, તોફીક, મોહસીન,
નૌશાદના કાકા, સોહેલ, મજહર
(એડવોકેટ), ઇબ્રાહીમ (માંડવી)ના મામા, આતીફના
દાદા, ઇભલા (પટેલ), દાઉદ, રજાક, અનવર (સુખપર)ના બનેવી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-2-2026ના સોમવારે સાંજે અસર નમાજ
બાદ હસનશા પીર દરગાહ કમ્પાઉન્ડ, યાદવનગર
અંજાર ખાતે.
અંજાર : વૈશાલીબેન વિનોદભાઇ ત્રિવેદી (અબોટી) (ઉ.વ. 41) તે વિનોદભાઈ મણિલાલ ત્રિવેદીના
પત્નિ, ગં.સ્વ. મધુબેન મણિલાલ ત્રિવેદી, ગં. સ્વ. હેમલતાબેન, ગં. સ્વ. ભદ્રાબેન, ગં. સ્વ. પ્રેમીલાબેન, ગં. સ્વ. તારાબેન, ગં. સ્વ. લતાબેનના પુત્રવધૂ, પ્રાપ્તિબેન, આસ્થાબેન, હેતવીબેન, મહેકબેન અને
પ્રથમભાઈના માતા, વસંતબેન દિનેશભાઈ બારમા (નલિયા), રમેશભાઈ (મોથાળા), આશિષભાઈ (કંડાય), હિતેશભાઈ અને કિશોરભાઈ (ધાવડા મોટા), સંદીપભાઈ અને કુલદીપભાઈ
(અંજાર), નિખિલભાઈ (જખૌ)ના ભાભી, મંજુલાબેન, અવનીબેન, સંધ્યાબેન, શ્વેતાબેન,
ખુશાલીબેન, માનસીબેન, આરતીબેનના
જેઠાણી, પારસભાઈ, હિમાંશુભાઈના મામી તા.
20-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-2-2026ના રવિવારે સાંજે 4થી 5 અબોટી બ્રહ્મપુરી મુક્તિધામ અંજાર ખાતે.
માંડવી : મેમણ હાજિયાણી રાભિયાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 90) તે હાજી દાઉદ અને હાજી મોહમ્મદ
હુસેનના માતા, હાજી ફકીર મોહમ્મદ જાન
મોહમ્મદ (મુંબઈ), હાજી અલીમોહમ્મદ સાલેમોહમ્મદ-(દુર્ગાપુર),
હાજી મુસાકરીમ સિધિક (માંડવી), હાજી અબ્દુલકરીમ
આમદ (દુર્ગાપુર), હાજી
મોહમ્મદરફીક હાસમ (ગાંધીધામ)ના સાસુ તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ-એ-સવાબ તા. 24-2-2026ના મંગળવારે સવારના 10થી 11 કલાકે બહેનો માટે ખતમેં કુરાન શરીફ તેમજ 11થી 12 કલાકે ભાઈઓ અને બહેનો માટે વાયેઝ-જિયારત મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
સુખપર (તા. ભુજ) : પ.ક.મ.ક. સઇ સુથાર દરજી અશોકભાઇ બાબુલાલ ગોહિલ
(ઉ.વ. 41) તે ગં.સ્વ. લક્ષ્મીબેન બેચરદાસના
પૌત્ર, સ્વ. શારદાબેન બાબુલાલ ગોહિલના પુત્ર,
પુનમબેનના પતિ, ધ્રુવેશના પિતા, ડાઇબેન હરિલાલ (વડાલી), વિમળાબેન રામજીભાઈ (માધાપર),
અનિલાબેન જિતેન્દ્ર (હિંમતનગર), અનિલાબેન ચીમનલાલના
ભત્રીજા, મીનાબેન, રાજેશભાઈ, સ્વ. કમલેશ, સોનલ, અલકા,
મુકેશ, અંકિતના ભાઈ, છાયાબેનના
દિયર, કોમલબેનના જેઠ, પ્રવીણ, જયેશ, ભાવેશના સાળા, પાર્થ,
કાવ્યાના કાકા, આરવના મોટા બાપા, ઝવેરબેન શંભુભાઈ ગોહિલના દોહિત્ર, બેચરભાઈ, સ્વ. હર્ષદભાઈના ભાણેજ, ભાનુબેન નારણભાઇ રામશંકર બારોટના
જમાઈ તા. 21-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-2-2026ના સોમવારે બપોરે 4થી 5, લોહાણા સમાજવાડી, માનકૂવા રોડ, ધાનાણી ગોલાઈ
પાસે સુખપર (ભુજ) ખાતે.
નારણપર (તા. ભુજ) : જત અબ્દુલ રહેમાન અબ્દુલાહ (ઉ.વ. 67) તે અબ્દુલગની, સલીમના પિતા, હારૂન,
ખમીશાના કાકા, મહંમદ રફીક, હાજી અશરફ (નાગોર)ના બનેવી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-2-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 મુસ્લિમ જમાતખાના નારણપર ખાતે.
નાગલપુર મોટી (તા. અંજાર) : ખોજા હાજિયાણી ફાતમાબેન (ઉ.વ. 81) તે મ. હબીબભાઈ મોહમ્મદ ભીમાણીના
પુત્રી, મ. હાજી મોહસીનઅલી સુલેમાન (હાજીભાઈ) (સિનોગ્રા)
(અકબર અલી કંપની - અંજાર)ના પત્ની,
સિરાજભાઈ (એસ.એમ. ખોજા, એલ.આઇ.સી. ગાંધીધામ)
તથા સોહેલભાઈ (આશ્કા ટ્રેડર્સ)ના માતા, હાજી અલીરઝાભાઈ (માંડવી)ના
સાસુ, હાજી અકબરભાઈ (રિટા. જી.ઇ.બી.) તથા મ. હાજી અનસારભાઈ (આરટીઓ)ના
ભાભી તા. 20-2-2026ના
અવસાન પામ્યા છે. મહાજન માટે બેસણું/ પ્રાર્થનાસભા સાંજે 3થી 4 તથા જિયારત 4.30થી 5.30 રવિવાર, 22-2-2026ના ખોજા મસ્જિદ મહેફીલ હોલમાં
મોટી નાગલપુર ખાતે.
રાયણ મોટી (તા. માંડવી) : વાલબાઇ વેલજી ચુંયા તે વેલજી આસમલના
પત્ની, અનિલ, વસંતના માતા,
હંસા, નીતાના સાસુ, જેનિશ,
હેનિલ, પ્રિયાંશી, યુવરાજના
દાદી, ખીમઇબેન, દાદુ મારાજના પુત્રી તા.
18-2-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
પાણી, ધાર્મિકક્રિયા તા. 24-2-2026ના રાયણ મોટી ખાતે.
મોટી ભાડઇ (તા. માંડવી) : બાકુંવરબા રવુભા જાડેજા (ઉ.વ. 101) તે જાડેજા લધુભા, નવુભા, વનુભા,
રામુભા, સ્વ. મનહરબાના માતા, અરવિંદસિંહ, લાખુભા, હરપાલસિંહ,
પ્રવીણસિંહ, અર્જુનસિંહ, મનરાજસિંહના દાદી, હિતરાજસિંહ, હરદીપસિંહ, આર્યરાજસિંહ, દક્ષરાજસિંહ,
અવિરાજસિંહના પરદાદી અવસાન પામ્યા છે. સાદડી મોટી ભાડઇ નિવાસસ્થાન ખાતે.
મસ્કા (તા. માંડવી) : હેમલતાબેન રામજી મૂરજી મોતા (ઉ.વ. 85) તે સ્વ. રામજી મૂરજી વિશનજી
મોતાના પત્ની, હર્ષદ, ચંદ્રકાંત, હિના રાજેશ પેથાણી (માંડવી), વર્ષા મહેશભાઈ પેથાણી (આદિપુર)ના માતા, મધુબેન હર્ષદભાઈ,
માલતીબેન ચંદ્રકાંતભાઈના સાસુ, જમનાબેન જેઠાલાલ
પેથાણી (ફરાદી હાલે મુંબઈ), જવેરબેન જગજીવન નાગુ (બિદડા હાલે
મુંબઈ)ના ભાભી, નિરાલી નવીન વ્યાસ, હાર્દિક,
કાજલ રાજન કેશવણી (ટુંડા) અને રોહનના દાદી, માયાબેન
અને વિરાલીબેનના દાદી સાસુ, ઓમના પરદાદી, વત્સલ, નિશીલ, ખ્યાતિ ભવ્ય નાકર
(ભુજ) અને સ્નેહાના નાની, સ્વ. મુરજી વિશનજીના પુત્રવધૂ,
સ્વ. કાનજી, સ્વ. પ્રાણશંકર, સ્વ. મીઠુભાઈ, સ્વ. હરિશંકર, સ્વ.
કલ્યાણજી, સ્વ. જેઠાલાલ, સ્વ. દેવકાબેન
શંકરજી નાગુ (બાગ)ના ભત્રીજાવહુ તા. 21-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.23-2-2026ના સોમવારે સાંજે 3થી 5 રણછોડ ભુવન, રાજગોર બાળાશ્રમની સામે, મસ્કા ખાતે.
વંગ (તા. નખત્રાણા) : મારવાડા મગાભાઇ દેવશીં ભદ્રુ (ઉ.વ. 97) તે નાનબાઇના પતિ, પચાણભાઇ, કેશાભાઇ,
વાલબાઇ, નેણબાઇ, પ્રેમીલા,
મનજીના પિતા, કાનજીભાઇના ભાઇ, મુરજી હરજી, લખુભાઇ પરબતના કાકા, કાર્તિક, વિવેક, આર્યનના દાદા તા.
21-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 23-2-2026ના સોમવારે રાત્રે આગરી અને
તા. 24-2-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ
(પાણી) નિવાસસ્થાન વંગ ખાતે.
બાલાચોડ મોટી (તા. અબડાસા) : જાડેજા મંજુલાબા અજિતસિંહ (ઉ.વ.
70) તે જાડેજા અજિતાસિંહ ટપુભાના
પત્ની, નરપતાસિંહ
અને રોહિતાસિંહના માતા, સ્વ. હઠુભા, ખેતુભા, બનુભા,
બળવંતાસિંહના ભાઈના પત્ની, કનકાસિંહ, ભૂપેન્દ્રાસિંહ, અશોકાસિંહ, વિજયાસિંહ,
યોગેન્દ્રાસિંહ, વિપુલાસિંહ, મહાવીરાસિંહના કાકી, લક્કીરાજાસિંહ, પરાક્રમાસિંહ, ક્રિપાલાસિંહ,
યુવરાજાસિંહ, યશરાજાસિંહ, મનદીપાસિંહ, આયુષાસિંહ, સિદ્ધરાજાસિંહ,
જયવીરાસિંહના દાદી તા. 17-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-2-2026ના સોમવારે નિવાસસ્થાન બાલાચોડ
મોટી ખાતે.
રાજકોટ : મચ્છુ કઠિયા સઇ સુથાર શિવરાજગઢવાળા ગુલાબબેન શાંતિલાલ
સોલંકી (ઉ.વ. 90) તે સ્વ. શાંતિલાલ ભગવાનજીભાઇ
સોલંકીના પત્ની, વલ્લભભાઇ, દિલીપભાઇ, રાજેશભાઇ, સ્વ. દમયંતીબેન,
કુંદનબેન, ઉષાબેનના માતા, નીલાબેન, દિનાબેન, હેતલબેનના સાસુ,
સ્વ. હરિભાઇ દેવરાજભાઇ ધામેચા (ગોંડલ)ના પુત્રી તા. 20-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 23-2-2026ના સાંજે 4થી 5 કમળગંગાની વાડી, વિજય પ્લોટ 22/24 રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ કચ્છ જરૂના દક્ષાબેન સોતા (ઉ.વ. 59) તે સ્વ. લીલાવતીબેન ધરમશીભાઇ
શામજી સોતા (ચાહવાળા)ના પુત્રવધૂ, મનીષભાઇ
સોતાના પત્ની, સ્વ. ત્રિવેણીબેન અર્જુનભાઇ નારણજી અનમ (ગઢશીશા)ના
પુત્રી, માનસીના માતા, કિરણબેન દિલીપભાઇ
સોતા, શીલાબેન નરેશભાઇ સોતા, મધુબેન મુકેશભાઇ
સોતાના દેરાણી, ગં.સ્વ. જયશ્રીબેન કિશોરભાઇ રાયમંગિયા,
ગં.સ્વ. ચંદાબેન અજયભાઇ કોટકના ભાભી, મહેશભાઇ અર્જુનભાઇ અનમના બહેન,
સ્વ. નલિનીબેન મહેશભાઇ અનમના નણંદ, ભરતભાઇ,
દર્શનભાઇના ફઇ તા. 19-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-2-2026ના રવિવારે સાંજે 5થી 7 મહાજનવાડી, પવાણી
હોલ, પહેલે માળે, આર.આર.ટી. રોડ,
મુલુન્ડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)