• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

બાકીની મેચમાં મજબૂતીથી વાપસીનું કપ્તાન સૂર્યકુમારનું વચન

અમદાવાદ, તા. 23 : દ. આફ્રિકા સામેની હાર બાદ ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે, તેની ટીમ મજબૂતીથી વાપસી કરશે. હવે પછીની મેચમાં અમે સારી બોલિંગ, સારી ફિલ્ડિંગ અને સારી બેટિંગ કરશું તેવી આશા છે. બસ આટલું જ કહીશ. બાકી બધું અમે સરળ રાખવા માગીએ છીએ. અમે જે બ્રાંડનું ક્રિકેટ રમતા આવ્યા છીએ તેવું જ ચાલુ રાખશું. એમાં કંઈ ફેરફાર થશે નહીં. અમે મજબૂતીથી વાપસી કરશું તેનો ભરોસો છે. સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે, ટીમ હવે પછીની મેચોમાં પૂરી તાકાતથી ઊતરશે અને ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં ક્વોલિફાય કરશે. હાર વિશે કહ્યંy કે, ક્યારેક તમારે વિચારવું પડે છે, જ્યારે તમે 180 આસપાસના સ્કોરનો પીછો કરી રહ્યા હો ત્યારે પાવર પ્લેમાં ગેમ જીતી શકો નહીં, પણ આપ પાવર પ્લેમાં ગેમ હારી શકો છો. સૂર્યાએ સ્વીકાર્યું કે અમે કોઈ ભાગીદારી કરી શક્યા નહીં. જે હારનું મુખ્ય કારણ બની રહ્યું.

Panchang

dd