ભુજ, તા. 23 : કુકમા
ગ્રામ પંચાયત દ્વારા સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં સફાઈનો અભાવ
હોવાની રાવ ઊઠી હતી. કુકમામાં સફાઈના અભાવે કચરાના ઢગમાંથી ગાયો તથા અન્ય જીવો
કચરો ખાતા મોતને ભેટી રહ્યા છે. વારંવાર તલાટી તથા સરપંચ સમક્ષ રજૂઆત કરવા છતાં
કામગીરીના અભાવે પશુઓ તથા લોકો ભોગ બનતાં સફાઈનાં નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો
આક્ષેપ કરાયો હતો. ગામ આસપાસ આવેલી ખાનગી કંપનીઓ દ્વારા કરાતી સફાઈ કામગીરીમાં પણ
કુકમા જૂથ ગ્રામ પંચાયત દ્વારા સહકાર ન મળતો હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. આ અંગે સામાજિક ન્યાય સમિતિ ચેરમેન
ભચુભાઈ મહેશ્વરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા
માંગ કરાઈ હતી.