કાઠડા (તા. માંડવી), તા. 23 : મહેશ
સંપ્રદાયના ઈષ્ટ દેવ ધણીમાતંગ દેવની જન્મજયંતી મહોત્સવની સિસલ્સ આફ્રિકામાં ઉજવણી
કરાઇ હતી. સિસલ્સ (આફ્રિકા)માં કામ અર્થે આવેલા મેઘવાળ સમાજના સભ્યો દ્વારા
શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દીપ પ્રાગટય બાદ ધણીમાતંગ દેવની મહાઆરતી
કરાઇ હતી. મેઘવાળ સમાજના શંકરભાઈ ઢઢીકા દાદાની આરતીની ધૂન તેમજ કચ્છી ગુજરાતીમાં
મતિયાદાદાની આરાધ્યવાણી બોલી હતી. ધાર્મિક કાર્યમાં લોરમતી (લુણંગદેવ) ઓમારો
દાદાની વેદવાણી સંગીતમય શૈલીમાં પ્રેમજીભાઈ-ભગત ગચા સાથે ધર્મગુરુ સુરેશભાઈ માતંગ, દિનેશભાઈ ગરવા, મહેશભાઈ ધોરિયા સાથે જોડાયા હતા. સતી (ગવરીદેવી)ના બારમતી પંથની
પૂજા-અર્ચના કરાઇ હતી. પંથ વિશે સાંઇયાભાઈ શિરોખા
દ્વારા માહિતી અપાઇ હતી. વિદેશની ધરતી પર મહેશ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર
તેમજ તથા એકતા-બંધુતાની જ્યોત હંમેશાં રહેવા માટેની અપીલ ખીમજીભાઈ પાતારિયાએ કરી
હતી. સિસલ્સ મેઘવાળ સમાજના પ્રમુખ ધનસુખભાઇ વાઘેલાએ સામાજિક એકતા જાગૃતિ વિશે
વકતવ્ય આપ્યું હતું. દાતાઓ ટોટરસટોપ શાળા સિસ્લસ હસ્તે સાંઇયાભાઈ શિરોખા, ભક્તિ બિલ્ડર્સ, હરિ બિલ્ડર્સ, ખીમજીભાઈ પાતારિયા, માગ કન્સ્ટ્રક્શન, નવીનભાઈ અર્જુન આયડી, હરેશભાઈ માગલિયા, કરસનભાઈ ડોરૂ સહિતના અગ્રણીઓ,
કાર્યકર દિનેશભાઇ માતંગ, સાઇયાભાઈ શિરોખા,
હરેશભાઈ અબચૂંગ, મનજીભાઈભાઇ બુચિયા, લક્ષ્મણભાઈ થોટિયા, હરેશભાઈ ડોરૂ, પૂંજાભાઇ નજણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધાર્મિક ચર્ચા, વ્યસનને
નાબૂદ કરવા માટે અને શૈક્ષણિક અને સામાજિક ચર્ચા, ધર્મગુરુ
અને દાતાઓનું સન્માન તેમજ માદરેવતનમાં ઉચ્ચકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલા તેજસ્વી
વિદ્યાર્થીઓનું `મા સાવિત્રી બાઈ ફુલે તેજસ્વી
વિદ્યાર્થીઓનું સન્માન' તથા વાલીઓનું સન્માન, દાંડિયારાસ સહિતના કાર્યક્રમો
યોજાયા હતા. કાર્યક્રમની બચત રકમ શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતા ટ્રસ્ટને આર્થિક
રીતે મદદ કરવા માટે માતબર રકમ એકઠી કરાઇ હતી. સાંઇયાભાઈ શિરોખાએ આભાર વ્યક્ત કર્યો
હતો.