• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ઔદ્યોગિક વિકાસને અનુરૂપ માસ્ટર પ્લાન બનાવો

ભુજ, તા. : 23 : તાજેતરમાં રેલવેની 36મી ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી (ZRUCC)ની મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, પ્રદીપકુમાર, (IRSME)ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિઆ)ના ZRUCC પ્રતિનિધિ ભાવેન ઠક્કરે ભાગ લીધો હતો અને કચ્છના રેલવે કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ તથા પ્રવાસનને વેગ આપવા માટે ચર્ચા કરી હતી. શ્રી ઠક્કરે પશ્ચિમ રેલવેના અધિકારીઓને ભુજ-નલિયા રેલવે લાઈનના ગેજ રૂપાંતરણ અને લુણાથી વાયોર-લખપતની નવી બ્રોડગેજ લાઈન વિસ્તરણના પ્રસ્તાવ માટે અભિનંદન પાઠવતાં લખપતથી ધોળવીરા થઈ સાંતલપુર, પાલનપુર અને દિલ્હી સુધીના વિસ્તરણની માંગ કરી હતી. આ સાથે ભુજ અને માંડવી વચ્ચે રેલવે કનેક્ટિવિટીને મંજૂરી માટે તાજેતરમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆતના સંદર્ભમાં થયેલી કાર્યવાહીની વિગતો માંગતાં પ્રત્યુત્તરમાં જનરલ મેનેજરે જણાવ્યું કે, ભુજ-માંડવીની નવી લાઈન માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે અને તે મંજૂર થયે, રેલવે દિલ્હી બોર્ડ, દિલ્લીને મોકલી આપવામાં આવશે. તેમજ ભુજથી દિલ્હી અને ભુજથી મુંબઈ માટે વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ શરુ કરવા મુદે અને કચ્છમાં ઝડપભેર વિકસી રહેલી ઔદ્યોગિક પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને સર્વાંગી માસ્ટર પ્લાન બનાવવા પશ્ચિમ રેલવેને અનુરોધ કર્યો હતો. ભુજ-માંડવી રેલવે લાઈન જોડાણનાં પ્રશ્ન પર શ્રી ઠક્કરે જણાવ્યું હતું કે, આ માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદસભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે બે મહિના પૂર્વે એક મીટીંગ પણ કરવામાં આવી હતી. તો ભુજને મુંબઈ અને દિલ્હીથી સાંકળતી વંદે ભારત સ્લીપર ટ્રેનની માંગ કરી હતી. જોકે, આ રૂટ ઉપર ગાંધીધામ-સામખિયાળી-વિરમગામ-ચાંદલોડિયા-સુરત-વિરાર-મુંબઈ સેક્શન પર અત્યાધિક ભારણને કારણે નવી ટ્રેનો શરૂ કરવાની શક્ય ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં ભુજ-બાંદ્રા એ.સી એક્સપ્રેસને દૈનિક ધોરણે ચલાવવા માટેની વિનંતીના પ્રત્યુતરમાં પણ આ જ કારણ આવ્યું હતું. કંડલા-ગાંધીધામ અને મુન્દ્રાને રેલવે મુદે પ્રત્યુત્તરમાં તેમણે આદિપુર-મુન્દ્રા વચ્ચેની લાઈન અંગત માલિકીની હોવાના કારણે તેના પર શક્ય ન હોવાનું જણાવ્યું હતું. આ બંને બંદર વચ્ચે ખાનગી રેલ લાઈનને સમાંતર એક રેલ લાઈન બીછાવવામાં આવે અને તેના પર ડેમુ અને મેમુ જેવી ટ્રેન નિયમિત દોડાવવામાં આવે તો હજારો લોકોને તે ઉપયોગી થઇ પડે, ભુજ-નલિયા વચ્ચે પણ પેસેન્જર ટ્રેન, ભુજ આવતી પેસેન્જર ટ્રેનોને નલિયા સુધી લઈ જવા, વિ. ના ના પ્રત્યુત્તરમાં ભુજ-નલિયા વચ્ચે હાલ પેસેન્જર ટ્રેન દોડાવવાનું આયોજન ધ્યાનમાં નથી તેવું કહ્યું હતું. ભુજ- ખાવડા વચ્ચે રેલવે લાઈન તાકીદે પાથરવામાં આવે એવી માંગણીના સંદર્ભમાં જનરલ મેનેજર જણાવ્યું હતું કે ભુજ ખાવડા વચ્ચે લાઇન નાખવા માટેનો સર્વે કરવા માટે રેલવે બોર્ડ તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી. એવી જ રીતે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડતી બાંદ્રા-ભુજ એસી સુપરફાસ્ટ ટ્રેનને દરરોજ ચલાવવના પ્રત્યુત્તરમાં જનરલ મેનેજરે જણાવ્યું હતું કે આ રૂટ ઉપર અત્યંત વ્યસ્તતાના કારણે આ ટ્રેનને દૈનિક કરવી શક્ય નથી. ગાંધીધામ નજીક ગોપાલપુરી સ્ટેશન પર ભુજ આવતી તમામ ટ્રેન સીધી અહીંથી જ દોડાવાય તો સમયની બચત થાય , તેવી માંગણીના પ્રત્યુતરમાં ઋખએ જણાવ્યું કે ગોપાલપુર સ્ટેશન ગજઋ-4 કેટેગરીના નો નોર્મ પ્રમાણે બનાવવામાં આવતું હોઈ એ પ્રમાણે ની પેસેન્જર સુવિધા વિકસાવવામાં આવશે. વાયોર અને લખપત તાલુકામાં રેલ્વે સાઈડિંગ વિકસાવવા માટેની રજૂઆતના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ અંતર્ગત અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ, વદરાજ સિમેન્ટ અને સાંઘી સિમેન્ટને આ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા માટે નલિય-વાયોર વચ્ચેનું કામ પ્રગતિમાં છે. ફોકિઆના મેનાજિંગ ડાયરેક્ટર નિમિષ ફડકે અને જોઈન્ટ મેનાજિંગ ડાયરેક્ટર તલકશી નંદુએ કચ્છના ઔદ્યોગિક વિકાસને અનુરૂપ કાર્ગો અને પેસેન્જર સુવિધાઓ વધારવા માટે માસ્ટર પ્લાન બનાવવા અંગેની રેલ્વેની તૈયારી અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો, એવું ફોકિઆના સિનિ. એક્ઝિટિવ શિવાની ભગતની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd