• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

વધુ એક તેજસ ક્રેશ : તપાસ માટે તમામ ઉડાન પર રોક

નવી દિલ્હી, તા. 23 : સ્વદેશી યુદ્ધ વિમાનનાં મિશનમાં ભારતને મોટો ઝટકો મળવાના સંકેત છે કારણ કે દેશના પ્રમુખ એરબેઝમાં વધુ એક સ્વદેશી તેજસ યુદ્ધ વિમાન ક્રેશ થયું છે. છેલ્લાં અમુક વર્ષમાં આ ત્રીજો બનાવ છે. જેમાં તેજસ જેટ દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. આ કારણે ભારતીય વાયુસેનાની તેજસની પૂરી ફ્લીટની ઉડાન ઉપર રોક મૂકી દેવામાં આવી છે. જો કે એચએએલ દ્વારા ફાઇટર જેટ તેજસ ક્રેશ થવાના અહેવાલનો અફવા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગ્રાઉન્ડ ઉપર એરક્રાફ્ટમાં મામૂલી ટેકનિકલ ખામી આવી હતી. હવામાં કોઈ દુર્ઘટના બની નથી. આ મામલે તપાસ થઈ રહી છે. કંપનીએ દાવો કર્યો હતો કે તેજસનો સેફ્ટી રેકોર્ડ દુનિયાના આધુનિક ફાઇટર જેટ્સમાં સૌથી સારામાંથી એક છે. મળતી વિગત પ્રમાણે મહિનાની શરૂઆતમાં એક તેજસ વિમાન સંદિગ્ધ રીતે બ્રેક ફેઇલ થયા બાદ એરબેઝ ઉપર રનવેમાં આગળ નીકળી ગયું હતું. જેનાથી વિમાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દરમિયાન પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. સાત ફેબ્રુઆરીના રોજ બનેલા બનાવ અંગે ભારતીય વાયુસેના દ્વારા કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન જાહેર કરવામાંઆવ્યું નથી. સૂત્રો અનુસાર આ ઘટના બાદ ભારતીય વાયુસેનાએ વ્યાપક ટેકનિકલ તપાસ કરવા માટે 30 સિંગલ સીટ તેજસ વિમાનની પૂરી ફલીટને ઉડાન ભરવાથી રોકી દીધી છે. તેજસ જેટ સંબંધિત પહેલી દુર્ઘટના માર્ચ 2024માં બની હતી. બાદમાં બીજો  બનાવ નવેમ્બર 2025માં થયો હતો. જેમાં દુબઈ એર શો દરમિયાન તેજસ જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

Panchang

dd