ભુજ, તા. 23 : વ્હાઇટ
ઇગલ સાયકલ ગ્રુપ છેલ્લા કેટલાક વર્ષોથી સાઇકલ ગ્રુપ તરીકે ભુજમાં એક્ટિવ છે. તેના
સભ્યો સાઇકલની સાથે કુદરત સાથેની પળો પણ માણવાનું ચૂકતા નથી. ભુજની આજુબાજુ અનેક
નાના-મોટા ડુંગરાઓ આવેલા છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ ગ્રુપના સભ્યો એક જ
દિવસમાં એટલે કે સવારે ચાર વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધીમાં કચ્છના પ્રખ્યાત છ
ડુંગર ઉપર ટ્રેકિંગ કરે છે. આ વર્ષે પણ સવારે ચાર વાગ્યે જ્યુબિલી સર્કલથી શરૂ કરી
નખત્રાણા તાલુકાના ધીણોધર-થાન,
દેવપર યક્ષ પાસે ભીખુઋષિ, મંગવાણા પાસે નનામો,
ભુજમાં ભુજિયો, લાખોંદ પાસે ચંદ્રુઆ અને કુકમા
પાસે ખાત્રોડ (આશાપુરા ટેકરી) ડુંગરો સર કર્યા હતા, જેમાં
ડો. તેજસ પાઠક, મનીષ શાહ, જયંતી શીલુ,
જાવેદ સમા, પરમ મહેતા, મયૂર
ચૌહાણ સહિત આઠ મિત્ર જોડાયા હતા. પ્રફુલ્લભાઇ દરજી અને ધ્રુવભાઇ શુક્લાએ માર્શલ
તરીકેની સેવા આપી હતી. આવતાં વર્ષે પણ કુદરતનાં સાંનિધ્યમાં અલગ અલગ જગ્યાએ
સંપૂર્ણ દિવસ પર્વતોમાં ટ્રેકિંગ કરીને સાહસ કરવાનો સંકલ્પ લીધો હતો.