• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

ત્રાસના નવ વર્ષ જૂના કેસમાં પરિવારના ચાર જણ નિર્દોષ

ભુજ, તા. 23 : માંડવી તાલુકાના વતની પરિવારની મહારાષ્ટ્રના પુના ખાતે પરણાવાયેલી યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના કેસમાં મૂળ અબડાસાના બિટ્ટાના અને હાલે પુના રહેતા પરિવારના તમામ ચાર આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો માંડવીની અદાલતે આપ્યો હતો. માંડવી પોલીસ મથકમાં વર્ષ 2017માં આ ફોજદારી કેસ નોંધાયો હતો. સુનાવણી દરમ્યાન પાંચ સાક્ષી અને છ દસ્તાવેજી પુરાવા તપાસી માંડવીની અદાલતે આરોપી ધીરેન મેઘરાજ ગઢવી, મેઘરાજ જાદવભાઈ ગઢવી, વર્ષાબેન મેઘરાજ ગઢવી અને ધવલ મેઘરાજ ગઢવીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. સાક્ષીઓના નિવદેનમાં વિરોધાભાષ, નજરે જોનારા સાક્ષીનો અભાવ, દહેજ બાબતની હકીકત રેકર્ડ ઉપર ન હોવા સાથે ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે સંતોષસિંહ આર. રાઠોડ સાથે મહેન્દ્ર ડી. મહેશ્વરી, અશ્વિન વિંઝોડા (માંડવી), ચિન્મય આચાર્ય, જિગરદાન ગઢવી અને રોહિત મહેશ્વરી રહ્યા હતા.

Panchang

dd