મુંબઇ તા. 23 : હેટમાયર
અને પોવેલના પાવર હિટિંગ બાદ સ્પિન બોલરોના શાનદાર દેખાવથી ટી-20 વિશ્વ
કપની સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝનો 107 રને
જબરદસ્ત વિજય થયો હતો. વિન્ડિઝના 6 વિકેટે 2પ4 રનના
વિશાળ સ્કોર સામે ઝિમ્બાબ્વે ટીમ 17.4 ઓવરમાં 147 રને
ઓલઆઉટ થઇ હતી. ગુડાકેશ મોતીએ 4 અને અકિલ હુસેને 3 વિકેટ
લીધી હતી. ઝિમ્બાબ્વે તરફથી પૂંછડિયા બેટધર બ્રેડ ઇવાન્સે પ છગ્ગાથી 43 રનની
ઇનિંગ રમી હતી. અગાઉ ઝિમ્બાબ્વેના કપ્તાન સિકદંર રઝાનો ટોસ જીતીને બોલિંગ કરવાનો
નિર્ણય ઘણો મોંઘો પડયો હતો. કેરેબિયન બેટધરોએ વાનખેડે સ્ટેડિયમ પર રનનો ધોધ
વહાવીને 20 ઓવરમાં ટી-20 વિશ્વ કપનો બીજો સૌથી મોટો સ્કોર
6 વિકેટે
2પ4 રન
બનાવ્યો હતો. વિન્ડિઝ ઇનિંગમાં 19 છગ્ગા અને 16 ચોગ્ગા
લાગ્યા હતા. આથી 178 રન તો બાઉન્ડ્રીથી આવ્યા હતા. ટી-20 મેચની
એક ઇનિંગમાં 19 છગ્ગાના વિક્રમની બરાબરી પણ થઇ હતી. શિમરોન હેટમાયરે ચોથા
ગિયરમાં બેટિંગ કરી હતી. તેણે ફકત 34 દડામાં 7 ચોગ્ગા
અને 7 છગ્ગાથી વિસ્ફોટક 8પ રન કર્યા હતા. જયારે રોવમેન
પોવેલે 3પ દડામાં 4 ચોગ્ગા-4 છગ્ગાથી
આતશી પ9 રન કર્યાં હતા. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં બાવન દડામાં 122 રનની
ઝડપી ભાગીદારી થઇ હતી. રૂધરફોર્ડ 13 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી
31, શેફર્ડ
3 છગ્ગાથી
21 અને
હોલ્ડર 2 છગ્ગાથી 13 રને આઉટ થયા હતા. ઝિમ્બાબ્વે
તરફથી નગરવા અને મુજરબાનીને 2-2 વિકેટ મળી હતી.