ભુજ, તા. 23 : બળદિયા
ગામમાં વિવિધ સમસ્યાઓ દૂર કરવા તંત્ર સમક્ષ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ
દ્વારા માંગ કરાઈ હતી. આ ગામમાં ગૌચર જમીનો અને સરકારી જમીનો પર મોટાપાયે કરાયેલાં
દબાણો દૂર કરવા, ઓવરલોડ વાહનોને કારણે વડઝર, બળદિયા ગામના લોકોને
પડતી મુશ્કેલી દૂર કરવા, બાયપાસ રસ્તો કાઢવા, ગરીબ લોકોને પ્લોટ-મકાનો ફાળવવા સહિતની રજૂઆતો કરાઈ હતી. આ અંગે ગામલોકો
દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન
હોવાની રજૂઆત પણ કરાઈ હતી. સત્વરે સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવા
માંગ કરાઈ હતી.