ડાર્વિન, તા. 14 : ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર
સ્ટીવન સ્મિથે બાંગલાદેશ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો
રૂટના એક રેકોર્ડની બરાબરી કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચના જો
રૂટના વિક્રમની સ્ટીવન સ્મિથે બરાબરી કરી છે. સ્મિથે મેચના બીજા દિવસે ત્રણ કેચ ઝડપી
આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. જો રૂટે 166 ટેસ્ટ મેચમાં 218 કેચ ઝડપ્યા છે, જ્યારે સ્ટીવન સ્મિથે તેની 124મી ટેસ્ટમાં 218 કેચ ઝડપીને બરાબરી કરી છે. સ્મિથ શનિવારે મેચના ત્રીજા દિવસે
રૂટનો રેકોર્ડ તોડી શકે છે. સૌથી વધુ કેચની સૂચિમાં આ બે પછી ત્રીજા સ્થાને ભારતનો
રાહુલ દ્રવિડ છે. તેણે 164 ટેસ્ટ મેચમાં
200 કેચ લીધા હતા.