ભુજ, તા. 14 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરામાં
1,06,813ના અંગ્રેજી પ્રકારના દારૂ
સાથે એક આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડયો હતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ
દરમિયાન મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી હરપાલસિંહ ટીનુભા ગોહીલ
કાંડાગરામાં આવેલા આશાપુરા મંદિરની પાછળ આવેલા પોતાના કબજાની વાડી પર દારૂના જથ્થા
સાથે ઝડપાયો હતો. પોલીસે પકડાયેલા આરોપી સામે ગુનો નોંધી મોટી ભુજપુરના જગદીશ પાતળિયાને
પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.