ભુજ, તા. 14 : કચ્છ રાજ્યના મહત્ત્વપૂર્ણ
ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક હોવા છતાં સ્ટાર્ટઅપ કલ્ચર અને ઇનોવેશનને વધુ વેગ આપવાની
જરૂરિયાત છે, તેથી ભુજ ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તથા નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે ભુજ
ખાતે ઇન્ડસ્ટ્રીઝ 4.0 અને સ્ટાર્ટઅપ
માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં
જિલ્લાના 200 જેટલા ઉદ્યોગકાર, વેપારીઓ, ઉદ્યોગસાહસિકો
તથા બિઝનેસ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ચેમ્બર પ્રમુખ અનિલભાઇ ગોરે ઇન્ડસ્ટ્રીઝ 4.0 એટલે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
કરીને પરંપરાગત મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ પ્રક્રિયાઓને વધુ સ્માર્ટ, ઝડપી અને કાર્યક્ષમ કેવી રીતે બનાવી શકાય તે
અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા એનપીસીના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદન ચૌધરી,
પ્રોજેક્ટ મેનેજર સાગર પંચાલ તથા અમિત ગોહેલ રહ્યા હતા. તેમણે ઓટોમેશન,
ડેટા કલેક્શન, ડિજિટલાઇઝેશન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, મશીન મોનિટરિંગ, રિયલ ટાઇમ ડેટા એલાલિસીસ, એ.આઇ. તથા ટેક્નોલોજી આધારિત
પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવમેન્ટ સાથે ખાસ કરીને વિશ્વ વિકસિત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં
આગળ વધી રહેલા `ડાર્ક ફેક્ટરી'ના કોન્સેપ્ટ અંગે માહિતી ઉદ્યોગકારોને અપાઇ
હતી. આ સાથે નવા સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ, ઇન્ક્યુબેશન, ફાડિંગ ફાઇનાન્સિંગ આસિસ્ટન્ટ, મેન્ટોરશિપ તથા અન્ય સરકારી
સંસ્થાકીય સહાય અંગે માર્ગદર્શન અપાયું હતું. ચેમ્બરના મંત્રી જગદીશ ઝવેરીએ જણાવ્યું
હતું કે, ચેમ્બરનો હેતુ ઇન્ડસ્ટ્રી અને સરકારી સત્તાવાળાઓ વચ્ચે
સેતુ તરીકે કાર્ય કરવાનો છે.