• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ડોણના જ્યોતેશ્વર મંદિરે બ્રહ્મલીન મહંતની 42મી નિર્વાણતિથિ ઊજવાઈ

કોડાય (તા. માંડવી), તા. 14 : તાલુકાના ડોણ ગામે  જ્યોતેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીન મહંત એકાદશીગિરિજી મહારાજની 42મી નિર્વાણતિથિ ભક્તિ ભાવપૂર્વક ઊજવાઇ હતી. પૂર્વરાત્રીએ કચ્છ-ગુજરાતના વિખ્યાત કલાકારો દ્વારા  સંતવાણી, જ્યારે દ્વિતીય દિવસે  સવારે સમાધિપૂજન, ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે જ્યોતેશ્વર જાગીરના ગાદીપતિ મહંત રવિગિરિજી મહારાજે શિવ અને શક્તિ સ્વરૂપ જ્યોતેશ્વર મહાદેવ સ્વયંભૂ જ્યોતિર્લિંગ સમાન કચ્છમાં એકમાત્ર સ્થાન છે ત્યારે શ્રાવણ માસમાં વધુથી વધુ ભાવિકો અહીં દર્શનનો લાભ લે તેવું જણાવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ શિવશંકર મહારાજે કરાવી હતી. અખિલ કચ્છ વિરક્ત ષડદર્શનના આગેવાન સંતોની ઉપસ્થિતિમાં મહંત દ્વારા જાગીરના ઉતરાધિકારી અને લઘુમહંત તરીકે મહંત જશરાજગિરિ ગુરુ જગદીશગિરિજીની ચાદરવિધિ કરાઈ હતી. આ પ્રસંગે મહંતો ધનંજયગિરિ મહારાજ -ભુજ, મહંત ભરતગિરિજી મહારાજ -બીલિયા, દિગંબર પ્રભાતગિરિજી -નાગલપુર, મહંત વિશ્વંબરભારતીજી -કાંડાગરા, મહંત  ઉમેશગીરીજી ગુરુ જગદીશગિરિજી -લાકડિયા, કૃષ્ણાનંદજી -પાકડસર, લાલગિરિજી, ચિમનગિરિજી, હંષગિરિજી, સ્વામી પ્રદીપ્તાનંદજી, બુદ્ધનંદગિરિજી, શંકરભારતીજી, સુરેશગિરિજી, ચંદ્રેશ્વરગિરિજી, સાધ્વીઓ આત્માનંદ પુરીજી, રાધાગિરિજી, ગંગા ગિરિજી માતાજી, સુધા દીદી, ચંદ્રેશ્વરગિરિજી વગેરે સાધુ સંતો તેમજ ડોણ ગામના તિલાટ મનુભા જાડેજા, ભીમભા જાડેજા, સુખુભા જાડેજા, બુધિયાભાઈ ભગત, ચંદુભાઈ ભગત, ગોપાલભાઈ ભાનુશાલી, નવીનભાઈ ભાનુશાલી, વિનોદભાઈ ભાનુશાલી, ભગવાનજી ઝાલા, વેલજીભાઈ આહીર વગેરે ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd