ગોલ, તા. 14 : કપ્તાન શુભમન ગિલ ભારતીય ટીમની
600મી ટેસ્ટને યાદગાર બનાવવા માગે
છે. તેનું લક્ષ્ય શ્રીલંકા વિરુદ્ધ જીત હાંસલ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની
આશા જીવંત રાખવાનું છે. ટેસ્ટ કપ્તાનના રૂપમાં એક વર્ષ પૂરું કરનાર ગિલનું માનવું છે
કે તે દરેક મેચમાં નવા પડકારનો સામનો કરીને આ ભૂમિકામાં વધુ પરિપક્વ બની રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ અગાઉની પત્રકાર પરિષદમાં ગિલે કહ્યું હતું કે, આ શ્રેણી ડબલ્યુટીસી અભિયાનને ફરી પટરી પર લાવવા
માટે ઘણી મહત્ત્વની છે. અમારે ફાઇનલની દોડમાં બની રહેવું છે. આ માટે અમારે 6 કે 7 ટેસ્ટ જીતવી પડશે. આથી અમે અહીંથી શરૂઆત કરવા માગીએ છીએ.