નવી દિલ્હી, તા. 14 : ગઈકાલે કોંગ્રેસના
એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા
મેલોનીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશનીતિની મજાક ઉડાવી હતી. આ પછી, આજે વિદેશ મંત્રાલયે તમામને વિદેશી નેતાઓ વિશે
રાજકીય ટિપ્પણી કરતી વખતે સંયમ અને આદર રાખવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતના ઇટાલી સાથે મજબૂત સંબંધો
છે અને તે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માગે છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો
કે, કોઈ પણ મુદ્દો આદરપૂર્વક ઉઠાવવો જોઈએ. ત્યારબાદ ગાંધીએ ક્રિએટિવ
કોંગ્રેસના વડા સંદીપ દીક્ષિતને સ્ટેજ પર ગળે લગાવીને પોતાની વાત સાબિત કરી હતી. ગાંધીએ
કહ્યું, `કલ્પના કરો
કે તેઓ કેટલા અજ્ઞાની છે... તેમને આ વિચાર ક્યાંથી આવ્યો કે વિદેશનીતિનો અર્થ રાજકારણીઓને
ગળે લગાવવાનો થાય છે ?' દીક્ષિતે
પછી તેમને પૂછ્યું, `શું હું તમને
કંઈક પૂછી શકું? શું તમે મને મેલોની સમજીને
ગળે લગાવ્યા હતા ?' જેના જવાબમાં ગાંધીએ કહ્યું, `હું હજુ સુધી તે સ્તરે પહોંચ્યો નથી.'