ગાંધીધામ, તા. 14 : આદિપુર પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી પ્રકરણમાં ઝડપાયેલા બે મહિલા
આરોપી ભારતના જુદા-જુદા શહેરમાં પ્રવાસ કરી પોશ વિસ્તારોમાં સ્થિતિ સમૃદ્ધ રહેણાક મિલકતોને
ઓળખીને તેમાં ઘરકામ કરવાના બહાને રોજગારી મેળવતા હતા. ધીમે-ધીમે ઘરમાલિક અને તેના પરિવારજનોનો
વિશ્વાસ કેળવતા હતા. ગુનાહિત માનસ ધરાવતા આરોપી ઘરના સભ્યોને અવરજવર વિગેરે બાબતોની
રેકી કર્યા બાદ પોતાના સાગરીતો સાથે કાવતરું રચી
ચોરીના ગુનાને અંજામ આપતી હતી. ત્યારબાદ ખાનગી વાહન અને વિમાન મારફતે નેપાળ
જઈ તમામ મુદ્દામાલ વેચી દેવાતો હતો.