ભુજ, તા. 14 : શહેરમાં આધાર-પુરાવા વિનાના
રૂા. 90,000ના વાયરના ભંગારના જથ્થા સાથે
પાંચ આરોપીને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડી કુલ રૂા. 3,90,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નાગોર ફાટક તરફ જીપકાર નં. જીજે 06 એએક્સ 9453માં આધાર વિનાના એલ્યુમિનિયમ
વાયરના ભંગારનો જથ્થો લઈને આવી રહેલા એકબાલ સુલેમાન મમણ, ઈબ્રાહીમ ઈશા અબડા, રિયાઝ
અબ્બાસ ત્રયા, કરીમ મીરખાન નોતિયાર અને સાલેમામદ ઈશાક ભજીરને
ઝડપી પાડયા હતા. તેમની પાસેથી વાયરનો જથ્થો તથા જીપકાર મળી કુલ રૂા. 3,90,000નો મુદ્દામાલ કજબે કર્યો હતો.
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જાકબ અલી મંધરિયા અને મુસ્તાક કરીમ નોતિયારને પકડવા
સહિતના ચક્રો ગતિમાન કર્યા હતા.