ભુજ, તા. 14 : ભારતીય જૈન સંગઠન મહિલા પાંખ
-ભુજ દ્વારા લાયન્સ હોલ ખાતે બીજેએસ ફેશન હબ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓને વ્યવસાય, કૌશલ્ય અને
પ્રતિભા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આયોજિત આ એક્ઝિબિશનને ભુજવાસીઓનો સારો
પ્રતિસાદ મળ્યો હતો. ઉદ્ઘાટન હિતેશભાઈ ખંડોલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન
પ્રસંગે કચ્છ ચેપ્ટરના હોદ્દેદારો તેમજ ભુજ ચેપ્ટરના પ્રમુખ ધીરેન શાહ સહિત ઉપસ્થિત
રહ્યા હતા. સાસંદ વિનોદભાઈ ચાવડા, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ,
મીત ઠક્કર સહિતે એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. સ્ટોલધારકો સાથે સંવાદ
કરી તેમની પ્રોડક્ટસ અને વ્યવસાય વિશે જાણકારી મેળવી હતી. એક્ઝિબિશનમાં સાડી,
ડ્રેસ મટિરિયલ, ફેશન વેર, જ્વેલરી, હસ્તકલા, ટેરો કાર્ડ સહિતની
વિવિધ પ્રોડક્ટ્સના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. બંને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં
લોકો એક્ઝિબિશનની મુલાકાતે પહોંચ્યા હતા. આ એક્ઝિબિશન ખરીદીનું સ્થળ નહીં, પરંતુ મહિલાઓની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિક્તાની
ઉજવણી બની રહ્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે મહિલા પાંખ ભુજના પ્રમુખ ગીતા પારેખ,
મહામંત્રી મનીષા મહેતા અને ડિમ્પલ ભણશાલી પ્રોજેક્ટ ચેરમેન સોનુ કોઠારી,
ડિમ્પલ ભણશાલી અને મીરા શાહ, મયુરી દોશી સહિતે
જહેમત ઉઠાવી હતી.