ભુજ, તા. 14 : વીજળીના ચમકારે મોતી પરોવી
લેવા જેવી ચપળતા સાથે યોગ્ય સમયે, યોગ્ય
જગ્યા, યોગ્ય અંતર પરથી એક ક્લિક કરવાની કલા એટલે તસવીરકલા. આ
કમાલ કલા દુનિયાને બતાવવાનો મંચ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત અખબારો જન્મભૂમિ,
કચ્છમિત્ર અને ફુલછાબ પૂરો પાડી રહ્યા છે.
સ્માર્ટફોનની એક ક્લિકથી લેવાયેલી એક તસવીર અદ્ભુત ઈનામો આપી
જશે, કાયમી સંભારણું તો ખરું જ... `વર્લ્ડ ફોટોગ્રાફી ડે'ની અનોખી ઉજવણીરૂપે યોજિત આ સ્પર્ધામાં 17મી ઓગસ્ટ, સોમવાર સુધી ભાગ લઈ શકાશે.
* સ્પર્ધાનાં ઈનામો અને આકર્ષણ :
- 1,00,000 સુધીની ગિફ્ટસ જીતવાની તક
- શ્રેષ્ઠ તસવીરોને અમારાં ઈ-પેપરનાં હોમપેજ અને પબ્લિકેશનમાં
સ્થાન.
* પસંદગીના માપદંડ :
- તસવીર પોતાની જ અસલ, સર્જનાત્મક હોવી જોઈએ.
- ફોટોગ્રાફી કમ્પોઝિશન, લાઈટિંગ.
- તસવીરમાં ભાવો હોય, કોઈ વાર્તા, સંદેશ હોય.
* ભાગ કેવી રીતે લેવો? :
1. તમારા મોબાઈલથી પાડેલો ફોટો ઈન્સ્ટાગ્રામ / ફેસબુક પર પોસ્ટ
કરો.
2. કેપ્શનમાં ThroughMyLens અને Kutchmitradailynewspaper હેશટેગ ઉમેરો.
3. અમારાં ઓફિશિયલ એકાઉન્ટને ટેગ કરો.
* ભાગ લેવાની બીજી રીત :
તમે પાડેલી શ્રેષ્ઠ તસવીર તમારાં નામ, ગામ / શહેરનાં નામ સાથે સીધી વ્હોટ્સએપ કરો
: 63551 65133
* ભાગ લેવાની છેલ્લી તારીખ : 17-08-2026.