• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈની કોશિશ કરતો ઈસમ ઝડપાયો

ભુજ, તા. 14 : ફેસબુકમાં ખોટી આઈડી બનાવી બજારભાવ કરતાં 10થી 20 ટકા સસ્તા ભાવે સોનું આપવાની લોભામણી જાહેરાતવાળા ફોટા તથા વીડિયો બનાવી પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરતા એક ઈસમને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ભુજમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં શહેરના અમનનગર ચાર રસ્તા પાસે ખારી નદી રોડ પર આસીફ ઉમર લંગા નામનો ઈસમ ઝડપાયો હતો. તેની પાસેથી મળેલા મોબાઈલમાં `યોગેશ ભાનુશાલી' નામની બનાવટી ફેસબુક આઈડી મળી હતી, જેમાં સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકોને છેતરવાની કોશિશ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મોબાઈલ જપ્ત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Panchang

dd