• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

સ્ટાર્કની વધુ એક સિદ્ધિ : કપિલ દેવથી આગળ થયો

ડાર્વિન, તા. 14 : ઓસ્ટ્રેલિયાનો અનુભવી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. બાંગલાદેશ વિરુદ્ધની ટેસ્ટના બીજા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનાર બોલરોની સૂચિમાં ભારતના મહાન ખેલાડી કપિલ દેવથી સ્ટાર્ક આગળ થયો છે. સ્ટાર્કનાં નામે હવે 43પ વિકેટ થઈ છે. કપિલ દેવે તેમની કેરિયરમાં 434 ટેસ્ટ વિકેટ લીધી હતી. સૌથી વધુ ટેસ્ટ વિકેટની સૂચિમાં સ્ટાર્ક હવે 11 નંબર પર આવી ગયો છે. તેની પાસે હવે આફ્રિકાના ડેલ સ્ટેનથી આગળ થવાની તક છે. સ્ટેનના ખાતામાં 439 વિકેટ છે. જેનાથી સ્ટાર્ક પાંચ વિકેટ દૂર છે.

Panchang

dd