• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

કિડાણામાં બંધ મકાનને નિશાન બનાવી 2.78 લાખની માલમતાની તસ્કરી

ગાંધીધામ, તા. 14 : અહીંના કિડાણામાં અજાણ્યા આરોપીએ બંધ મકાનને નિશાન બનાવીને  સોના-ચાંદીના આભૂષણો સહિત કુલ રૂા. 2,78,037ની માલમતાની ચોરી ગયા હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. ચોરીનો આ બનાવ મિયાણાવાસમાં ગત તા. 12/8ના રાત્રે 8 વાગ્યાથી તા. 13/8ના સવારે 10 વાગ્યા સુધીના અરસામાં બન્યો હતો. આ અંગે વાહન ચલાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હાજીભાઈ આમદભાઈ છુછિયાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અજાણ્યો આરોપી ફરિયાદીના મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ્યો હતો. હરામખોરો અહીંથી  સોનાની નથડી કિં.રૂા. 2700, બે રિંગ કિં.રૂા. 7700, હાર કિં.રૂા. 50 હજાર, ત્રણ વીંટી કિં.રૂા. 35837, કાનમાં પહેરવાની મુરખી કિં.રૂા. 5500, ઈયરિંગ રૂા. 94 હજાર તથા ચેન રૂા. 48300 તેમજ ચાંદીના ચાર જોડી સાંકળાં રૂા. 20 હજાર, બે જોડી લકી રૂા. 10 હજાર, એક જોડી પાયલ રૂા. 4 હજાર સાથે કુલ રૂા. 278037ની માલમતા ચોરી ગયા હતા. મકાનમાલિક તથા પોતાનો પરિવાર બીમાર પુત્રની સારવાર માટે વ્યસ્ત હતા તે દરમ્યાન તસ્કરો કળા કરી ગયા હતા. આ અંગે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધીને ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

Panchang

dd