ગાંધીધામ, તા. 14 : પૂર્વ કચ્છમાં વિવિધ દરોડામાં
21 જણ જુગાર રમતા ઝડપાયા હતા.
આડેસરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
આડેસર-નંદા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે
પોલીસ અહીં ત્રાટકી હતી. આ કાર્યવાહીમાં આરોપી અસરફ સિધિક હિંગોરજા, ભરત નરશીભાઈ કોળી, વલીમામદ
ગુલમામદ હિંગોરજા, મુબારક રમજાન ભટ્ટીની રોકડ રૂા. 10500 સાથે ધરપકડ થઈ હતી. આરોપી પ્રકાશ
નરશીભાઈ કોળી નાસી છૂટયો હતો.
ભચાઉમાં વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો
ભચાઉ પોલીસે હિંમતપુરા
વિસ્તારમાંથી અંગત ફાયદા માટે વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડતા આરોપી સમીર ગુલમામદ
સિદીને દબોચ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂા.
2200 કબજે કરાયા હતા.
કિડાણામાં છ ખેલી જબ્બે
ગાંધીધામના કિડાણામાં ક્રિષ્ના સોસાયટીમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા આરોપી વેલજીભાઈ ખીમજીભાઈ મહેશ્વરી, કેશવજી વલુભાઈ મહેશ્વરી, નવીનભાઈ ફકીરાભાઈ કન્નર, રાજેશભાઈ સુમારભાઈ ધુવા,
મહેશભાઈ મગનભાઈ મહેશ્વરી, લખુભાઈ શામજીભાઈ મહેશ્વરીની
રોકડા રૂા. 11230 સાથે ધરપકડ
થઈ હતી.
અંજારમાં જુગારના પડ ઉપર પોલીસ ત્રાટકી
અંજારના મહાદેવનગર મકાન નં. 93 પાસે શેરીમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસ દરોડો પાડયો હતો, જેમાં આરોપી સીતાબેન ઉર્ફે ગીતાબેન શંકરલાલ
વધવા, નેહાબેન પ્રવીણભાઈ પ્રજાપતિ, પૂનમબેન
વર્ધીલાલ સોની, બિન્દ્રાબેન દર્શનભાઈ આહીર, કિશોરસિંહ ઉર્ફે પેપ્સી પોપટસિંહ જાડેજા સામે કાનૂની કાર્યવાહી કરી હતી. આ
કાર્યવાહીમાં રોકડા રૂા. 23600 હસ્તગત લેવાયા
હતા.
ભચાઉમાં પાંચ ખેલી પાંજરે પુરાયા
ભચાઉની જી.ઈ.બી. ઓફિસની પાછળથી જુગાર રમતા આરોપી સિકંદર ફિરોજભાઈ
શેખ, અલ્પેશભાઈ ભાવસંગજી ઠાકોર, શેરમામદ રફીકભાઈ મીર, પ્રતાપ જીણાભાઈ દેવીપૂજકની પોલીસે
રોકડા રૂા. 10400 સાથે ધરપકડ
કરી હતી.