2026 હોકી વર્લ્ડ કપની મેચો બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે. પુરુષોની
ટૂર્નામેન્ટ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. મહિલા
ટૂર્નામેન્ટ પણ તે જ દિવસે શરૂ થશે, પરંતુ 29 ઓગસ્ટના રોજ
સમાપ્ત થશે. ભારતીય પુરુષ હોકી ટીમ ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે પૂલ-ડીમાં છે. બધી મેચો નેધરલેન્ડસના એમ્સ્ટલવીનના
વેગનર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય મહિલા હોકી ટીમ ચીન, ઇંગ્લેન્ડ
અને દક્ષિણ આફ્રિકા સાથે પૂલ-ડીમાં છે.
પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપ 2026નું ફોર્મેટ
હોકી વર્લ્ડ કપ માટે કુલ્લ 16 ટીમો (પુરુષો અને મહિલા) કવોલિફાય થઇ છે. આ 16 ટીમોને ચાર-ચારના ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ સ્ટેજ પછી, દરેક પૂલમાંથી ટોચની બે ટીમો આગળના રાઉન્ડમાં
જશે. આના પરિણામે કુલ્લ આઠ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવશે.
બીજા રાઉન્ડમાં દરેક પૂલમાંથી ટોચની બે ટીમ સેમિફાઈનલ માટે સીધી
ક્વોલિફાય થશે. 2026 હોકી વર્લ્ડ
કપમાં પુરુષો અને ત્રીઓ બંને માટે સમાન ફોર્મેટ હશે.
ભારતીય પુરુષ હોકી ટીમનો કાર્યક્રમ
15 ઓગસ્ટ ભારત વિ. વેલ્સ (સાંજે 4-30 વાગ્યાથી શરૂઆત)
17 ઓગસ્ટ ભારત વિ. ઇંગ્લેન્ડ (ભારતીય સમયાનુસાર સાંજે 6-30 વાગ્યે.)
19 ઓગસ્ટ ભારત
વિ. પાકિસ્તાન (સાંજે 6-30 વાગ્યાથી
શરૂઆત.)
ભારતીય મહિલા હોકી ટીમનો કાર્યક્રમ
16 ઓગસ્ટ ભારત વિ. ચીન (ભારતીય સમય અનુસાર સાંજે 4-30 વાગ્યે શરૂ)
18 ઓગસ્ટ ભારત વિ. દક્ષિણ આફ્રિકા (શરૂઆત સાંજે 6-30 વાગ્યે)
20 ઓગસ્ટ ભારત વિ. ઇંગ્લેન્ડ (ભારતીય સમયાનુસાર સાંજે 6-30 વાગ્યે શરૂ થશે)
વર્લ્ડ કપ-2026નું લાઇવ સ્ટ્રીમિંગ
-પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમોની મેચ સ્ટાર
સ્પોર્ટસ નેટવર્કની વિવિધ ચેનલો પર ઉપલબ્ધ થશે.
શું ભારતીય ટીમો સાથે સંકળાયેલા પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ
કપ 2026ની મેચો કોઇપણ ઓટીટી પ્લેટફોર્મ
પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે ?
-પુરુષ અને મહિલા હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમોની મેચોનું
લાઇવ સ્ટ્રીમિંગ ઉંઈંજ્ઞઇંજ્ઞાતાંફિંિ એપ અને વેબસાઇડ પર ઉપલબ્ધ થશે.