નોવી સાદ (સર્બિયા), તા.28 : ભારતીય પહેલવાન
સુજિત કલકલએ અન્ડર-23 વિશ્વ કુસ્તી
ચેમ્પિયનશિપમાં 6પ કિલો ફ્રી
સ્ટાઇલ વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. સુજિતે ખિતાબી મેચમાં ઉઝબેકિસ્તાનના ખેલાડી
ઉમિદજોન જાલોલોવને એક તરફી અંદાજમાં 10-0 પોઇન્ટના અંતરથી સજ્જડ હાર આપી હતી. બન્ને પહેલવાન વચ્ચેનો આ
મુકાબલો માત્ર ચાર મિનિટ અને પ4 સેકન્ડ ચાલ્યો
હતો. આ પછી રેફરીએ સુજિત કલકલને વિજેતા જાહેર કરી દીધો હતો. સેમિ ફાઇનલમાં સુજિતે જાપાની
પહેલાવાન યુતો નિશિયુચીને રસાકસી પછી 3-2થી હાર આપી હતી.